ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો દ્વારા સંચાલિત એસ.ટી ની સુવિધા બંધ કરવા માં આવી હતી જેમાં રાજકોટ અમદાવાદ ગાંધીનગર પોરબંદર ઉના કોડીનાર ભાવનગર તરફ ની એકસપ્રેસ અને લોકલ એસ.ટી બસો વાવાઝોડા ને પગલે ગઈકાલે બપોરે એક વાગ્યા પછી બંધ કરવા માં આવી હતી જેમાં ઓનલાઈન બુકીંગ થયેલ ૨૦૦ થી વધુ રીઝર્વેશન કરાવેલી ટીકીટો કેન્સલ કરીને મુસાફરો ને રીફંડ આપ્યુ અને વેરાવળ ડેપો દ્વારા સંચાલિત તમામ એકસપ્રેસ લોકલ રૂટ વિભાગીય નિયામક શ્રી ના આદેશ મુજબ બંધ થઈ કરવા માં આવ્યા હોવાનું ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા દીલીપ ભાઈ શામળા ટ્રાફીક ઈન્સ્પેક્ટર ડી આર મેસવાણીયા તેમજ ઍ.ટી આઈ ભગવાન ભાઈ ભોળાં દ્વારા જણાવ્યું હતું
રીપોર્ટ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ


