છોટાઉદેપુર તાલુકાના અંબાલા (દેવહાંટ) ગામે છેલ્લા એક મહિના થી ટી.સી. બગડેલી હાલતમાં હતું અને અરજી આપવામાં આવતા પરંતુ તે પણ ટી.સી.બદલતા એ પણ ખરાબ હાલતમાં નાખેલ છે જે લો વોલ્ટેજ આવવાથી ગામમાં અંબાલા પી.એચ.સી દવાખાનું છે અને ડીલીવરીના કેશો પણ વધારે આવે છે. ટી.વી. ફ્રીજ,પંખા વગેરે સાધનોમાં નુકશાન થયેલ છે.જે વાયરીંગ સાથે ઈલેક્ટ્રીક સાધનોને પણ બગાડે છે.અને અત્યારે પોલ ઉપર વાયરીંગ(કેબલ) પણ ખરાબ હાલતમાં છે. વારંવાર ગ્રામજનો દ્વારા અરજીઓ આપવામાં આવે છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નથી . ગ્રામજનો દ્વારા વારંવાર હેલ્પરોને જાણ કરવા છતાં સ્થળ પર પહોચતા નથી. અને એમ.જી.વી.સી.એલ.ઓફિસમાં જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આવેદન આપી તાત્કાલિક ધોરણે વીજળીનો પશ્ન હલ થાય તેવી રજુઆત કરવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


