જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે ૨૧૦૦૦ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ વધુ ૨૫ થી ૩૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. આમ ત્યાંથી જરૂરિયાતમંદો ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર જુનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડુંનું સંકટ મંડરાઈ રહ્યું છે. તારે ખાસ કરીને લોકોની મદદ માટે જુનાગઢ જિલ્લાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. આ સંભવિત સંકટમાં લોકોને ભોજન મળી રહે તે માટે ઉત્સાહ સાથે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ તૈયાર કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જુનાગઢ જિલ્લાના ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં સંભવિત વાવાઝોડાની વધુ અસર પહોંચી શકે તેમ છે.


