બોડેલી તાલુકાના ઝંડ ગામે ઝંડ રોડ ઉપર નવા બની રહેલા ત્રણ પુલ નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેની ઉપર પડેલ સર સામાન હટાવી પુલ ઉપર થી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉદભવી છે
બોડેલી તાલુકાના ઝંડ ગામે આવેલ અતિશુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પર્યટકો પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા
બોડેલી તાલુકાના ઝંડ ગામે ઝંડ રોડ ઉપર નવા બની રહેલા ત્રણ પુલ નું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેની ઉપર પડેલ સર સામાન હટાવી પુલ ઉપર થી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉદભવી છે
જાંબુઘોડા પંથકમાં શનિવારે પડેલા ત્રણ ઇંચ વરસાદને લઈ આજ રોજ રવિવારે જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલ બોડેલી તાલુકાના અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ હનુમાન સહિત જાંબુઘોડા અભ્યારણ ની મુલાકાતે પ્રવાસી પર્યટકોના ધાડે ધાડા ઊમટી પડ્યા…..
સ્કોટલેન્ડ થી ઇન્ડિયા ફરવા આવેલ ઝીલિયન ગિલ નામની મહિલા પણ ઝંડ હનુમાન જી ના દર્શને આવ્યા હતા
બોડેલી તાલુકાના બોબડા કુવા ગામેથી ઝંડ સુધીના સાત કિ.મી ના માર્ગમાં નવા બની રહેલ ત્રણ પુલ નું કામ પૂર્ણ થઈ ગયું હોય પુલ ઉપરના સામાનને હટાવી પુલ ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ કરી રહ્યા છે
જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલ ઝંડ હનુમાન તેમજ હાથણી માતા, કડા ડેમ સહિતના ઈકો ટુરઝમ સેન્ટર સહિત અનેક ખાનગી રિસોર્ટમાં પ્રવાસી પર્યટકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
બોડેલી પાસે જાંબુઘોડા અભયારણ્ય ને અડીને આવેલા બોડેલી તાલુકાના તરગોડ ટપ્પા તરીકે ઓળખાતા વિસ્તાર માં પર્વતોની હાર માળા વચ્ચે આવેલ ઝંડ ગામે અત્યંત ગીચ જંગલમાં વસેલા હનુમાન દાદા ની એક જ રેતાર પથ્થરમાંથી કોતરીને બનાવેલી 18 ફૂટ ઉપરાંતની લંબાઈ ધરાવતી મૂર્તિ આવેલી છે આ વિસ્તાર દિવસ ને દિવસે સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં પ્રચલિત થઈ રહ્યું છે ત્યારે આજરોજ આ સ્થળે હજારોની સંખ્યામાં સૌથી વધુ અન્ય શહેરોના શહેરી જનો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઊમટી પડ્યા હતા
જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તારમાં શનિવારના રોજ ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ વરસી પડ્યો હતો જેને લઇ આજરોજ પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓનો જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો વિદેશના સ્કોટ લેન્ડ થી ઇન્ડિયા ફરવા આવેલા જીલીયન ગિલ નામની મહિલા પણ ઝંડ હનુમાન ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા અને ઝંડ હનુમાનની મૂર્તિ જોઈ ખુબ ખુશ થઇ ગયા હતા
વરસાદ વરસતા હવે વિક એન્ડ નાઈટ તેમજ અન્ય દિવસોમાં પણ ઝંડ હનુમાન ખાતે દર્શનાર્થીઓ તેમજ પર્યટકો આવશે જેને ધ્યાનમાં લઇ ઝંડ હનુમાન જતા રસ્તામાં બની રહે ત્રણ પુલ નું કામ પૂર્ણ થઈ ગયું છે તેની ઉપર પડેલ સર સામાન હટાવી પુલ ઉપર થી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉદભવી છે કારણકે વરસાદ સારો થઈ ગયો હોય જંગલ વિસ્તારમાંથી આવતા કોતરોના પાણીને લઈ અહીં આવરજવર કરતા પ્રવાસીઓ અટવાઈ ન જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ત્રણ પુલનું કામ તાકીદે પૂર્ણ કરી શરૂ કરવામાં આવે તેમ અત્રેના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


