Gujarat

૮ મહિના પહેલા સગાઈ કરેલા યુવકે જ યુવતિ પર દુષ્કર્મ આચર્યું

મહેસાણા
મહેસાણામાં ચકચારભરી ઘટના બની છે. યુવતિ પર રેપ કરી કેનાલ નજીક ફેંકી દેવાઈ હતી. ૮ મહિના પહેલા સગાઈ કરેલા યુવકે જ યુવતિ પર રેપ કર્યો હતો. ઘટનાના પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.કડી નજીકના યુવકની વિરમગામની યુવતી સાથે સગાઈ થઈ હતી. ગત રાત્રે કડીથી યુવક વિરમગામ જઈ યુવતીને કડી લાવ્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. સ્કોર્પિયો જીપમાં કડી લઈ આવતા અણબનાવ બન્યો હતો. જે બાદ યુવતીને દેત્રોજ રોડ પર રેપ કરેલી હાલતમાં ફેકી દીધી હતી. ર્નિવસ્ત્ર કરી યુવતીના વાળ કાપી કણસતી હાલતમાં ફેકી દીધી હતી. કડી પોલીસે આરોપી યુવકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતી હાલ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *