Gujarat

જૂનાગઢનો યુવાન નારાજ થઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા પરિવાર વ્યક્તિત્વ થઈ ગયો હતો પોલીસે બનાવની ગંભીરતા સમજી વિલંબ કર્યા વિના ગુમ થયેલ યુવાનને શોધીને જૂનાગઢ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યું

જૂનાગઢનો યુવાન નારાજ થઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા પરિવાર વ્યક્તિત્વ થઈ ગયો હતો પોલીસે બનાવની ગંભીરતા સમજી વિલંબ કર્યા વિના ગુમ થયેલ યુવાનને શોધીને જૂનાગઢ પોલીસે પરીવાર સાથે મીલન કરાવ્યું

જુનાગઢમાં ઘરેથી નારાજ થઇ અને નીકળી ગયેલ યુવાનને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા શોધી આપેલ._અરજદાર પ્રતાપભાઇ રસીકભાઇ સોલંકી જૂનાગઢના વતની હોય અને તેમનો ભાઇ આકાશ કોઇ બાબતે નારાજ થતા ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયેલ,* આજુબાજુ તપાસ કરતા ક્યાંય જોવા મળેલ નહી ક્યાં નીકળી ગયેલ હશે? અને કેવી પરીસ્થીતીમાં હશે? તેવુ વિચારી તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હોય, આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. જીતુસિંહ જુજીંયા, હાર્દીકભાઇ સિસોદિયા, અંજનાબેન ચવાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અરજદારનો ભાઇ આકશ પોતાનુ વાહન રજી નં. GJ 11 AQ 1573 લઇને ઘરેથી નીકળી ગયેલ હોય, વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા આકાશ ભવનાથ વિસ્તારમાં ગયેલ હોય, જેના આધારે આગળનો સમગ્ર રૂટ ચેક કરતા અરજદારનો ભાઇ આકાશ કાળવા ચોકમાં હોય તેવું CCTV માં જોવા મળેલ. જેની જાણ તેમના પરીવારને કરતા તેઓ તાત્કાલીક કાળવા ચોકમાં પહોચી ગયેલ જ્યાં તેમનો ભાઇ આકાશ સહી સલામત મળી આવતા તેમના પરીવારના સભ્યો તેમજ નેત્રમ શાખાની ટીમે રાહતનો શ્વાસ લીધો હતોનેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા બનાવની ગંભીરતા સમજી કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના પોતાના પરીવારના સભ્ય ગુમ થયેલ હોય તેમ સમજી આકાશને શોધી તેમના પરીવાર સાથે મીલન કરાવેલ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના પરીવારના સભ્યને સહી સલામત શોધી આપવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પ્રતાપભાઇ સોલંકી દ્રારા નેત્રમ શાખા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…*_

રિપોર્ટર,મહેશ કથીરિયા
જુનાગઢ

IMG-20230713-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *