બોક્સ
એક વર્ષ પેહલા ગયા ચોમાસા માં કરોડોના ખર્ચે બનેલા પાયા નુ ધોવાણ થતા ભ્રષ્ટાચાર થયા નો થયો હતો આક્ષેપ જિલ્લા સહિત ઉપર વાસ માં વરસાદ પડે અને નદી માં પાણી આવે તો સરકાર ના લાખ્ખો અને કરોડો રૂપિયા વેડફાઈ જાય
બોડેલી નજીક થી પસાર થતી ઓરસંગ નદી ઉપર થી પસાર થતી નર્મદા કેનાલ ના 12 મહિના પૂર્વે. 22 કરોડો ના ખર્ચે બનાવેલા એકવાડેક ના પાયા ધોવાયા હતા
ત્યારબાદ ફરીથી સરકાર દ્વારા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું
હાલમાં ચાલી રહેલી કામગીરીમાં પણ અનેક સવાલો જોવા મળી રહ્યા છે ચોમાસા પહેલા એકવોડેક વોલ ની કામગીરી પુર્ણ કરવાની હોય પણ ઘર ચોમાસામાં અનેક કામગીરી ચાલતી કેટલી યોગ્ય
આખા વર્ષ સુધી આમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં ન આવી અને ચોમાસાની શરૂઆતમાં ઓરસંગ નદી માં આવી કામગીરી ચાલવી કેટલી યોગ્ય જિલ્લા સહિત ઉપર વાસ માં વરસાદ પડે અને નદી માં પાણી આવે તો સરકાર ના લાખ્ખો અને કરોડો રૂપિયા વેડફાઈ જાય જેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે
હમણાં ચાલતી કામગીરી ને લઈને અધિકારીઓ સ્થળ પર આવીને ચકાસણી કરવી જોઈએ અને સારી ગુણવત્તા નું મટીરીયલ ઉપયોગ થયો છે કે કેમ એ તપાસ કરવી જોઈએ
બોડેલીમાં ભારે વરસાદ થાય તો પુનઃ પાણી ભરાવાની સંભાવના.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગત વર્ષ ભયંકર વરસાદ માં પૂર ની સ્થિતિનું પ્રથમ વાર નિર્માણ થયું હતું અને સમગ્ર બોડેલીને ખેદાન મેદાન કરી નાખ્યું હતું કરોડોના નુકસાન ની સાથે સાથે જન જીવન પણ ખોરવાઈ ગયું હતું સદર ઘટના ઓરસંગ નદી માં પાણી રોકવા માટે બનાવામાં આવેલ આડ બઁધ જેવી દીવાલ તૂટતાં સર્જાઈ હતી. બાંધેલ આડબંધ જેવી દીવાલ માં વરસાદ નું અને ઓરસંગ નદી નું પાણી રોકાતા દીવાલ ને કારણે પાણી નગર માં ભરાયું હતું અને બોડેલી જળ બમ્બાકાર થઈ ગયું હતું સદર ઘટનાથી નગરજનોમાં જીવ તાડવે ચોંટી ગયો હતો પરંતુ હાલમાં બોડેલી નો તૂટેલી આડ બંધ ની દીવાલ પુનઃ બનાવામાં આવી રહ્યો છે તો શુ પુનઃ આવી ઘટના બનશે કે કેમ તેવા પ્રશ્ના પ્રજા માં ઉઠી રહ્યો છે.
ગત વર્ષ ઉપરવાસ માં ભારે વરસાદ ને કારણે ઓરસંગ નદી માં પૂર આવ્યું હતું. જયારે નાની મોટી કોતરો ઓરસંગ નદી માં ભેગા થતા બોડેલી ઓરસંગ નદી તરફ પાણી નો પ્રવાહ વધી જવાથી તથા આડ બંધ માં પાણી નો સ્ટોર થવાંથી પાણી ના દબાણ ને કારણે આડ બઁધ ની પાળી તૂટી ગઈ હોય જે બોડેલી ના નીચાણ વાડા વિસ્તાર રજા નગર, દીવાન ફળિયા જેવા અનેક વિસ્તાર માં પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું ત્યારબાદ નવું ટેન્ડર બહાર પાડી તંત્ર દ્વારા લાખો ના ખર્ચે આડ બંધ ની દીવાલ ની કામગીરી પૂર જૉશ માં ચાલી રહી છે. બનાવામાં આવેલ આડ બંધ ની દીવાલ મજબૂત બને વર્ષો સુધી કાંકરી પણ ખરે નહિ અને વર્ષો વર્ષ ચાલે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
ચોમાસુ બેસવાની શક્યતાઓ જણાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી રહી છે.સદર ડેમ ની કામગીરી પ્રમાણે યોગ્ય પ્રમાણમાં થાય તો પ્રજા ને નુકસાન પોહચે નહિ. છેલ્લા ચાર વર્ષ થી ઓરસંગ નદી માં ઘોડાપુર આવ્યું નથી પરંતુ ઘોડાપુર આવે તો તેની સામે આડ બઁધ ની દીવાલ ટકી રહે તે રીતના બનાવો જોઈએ. તેમ લોકમુકે ચર્ચાઈ રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


