Gujarat

છોટાઉદેપુરમાં નબળા શિક્ષણ અંગે ના ખુદ આઇ.એ.એસ. અધિકારી ના પત્ર ને લઈ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે તો છોટાઉદેપુર જિલ્લા કલેકટર અને છોટાઉદેપુરના  ધારાસભ્ય એ પ્રતિક્રિયા આપી છે

ખાણ ખનીજ વિભાગના કમિશ્નર IAS ડૉ.ધવલ પટેલ એ શાળા પ્રવેોત્સવમાં માં છોટાઉદેપુર તાલુકાની સરહદે આવેલી છ શાળાઓ ની મુલાકાત લીધી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં રહેલા અનુભવો અંગે ડૉ. ધવલ પટેલે પત્ર લખી શિક્ષણ સચિવ ને જાણ કરી જેમાં ચોંકાવનારી બાબતો નો ઉલ્લેખ કરાયો. છ માંથી પાંચ શાળાઓમાં બાળકોને પ્રાથમિક જ્ઞાન પણ નથી. વાંચન , લેખન અને ગણન ના સમાન્ય સવાલો પણ બાળકો ઉકેલવામાં સક્ષમ ના હોવાનો ડૉ. ધવલ પટેલે શાળા વાર અને વિગત વાર વર્ણન કર્યું. આદિવાસી વિસ્તારમાં નબળા શિક્ષણ અંગેનો પત્ર વાયરલ થતાં સમગ્ર શિક્ષણ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ શાળાઓની મુલાકાત લીધી હતી ત્યારે ડૉ.ધવલ પટેલના પત્ર મુજબ જ નિમ્ન કક્ષા નું શિક્ષણ સ્તર જોવા મળ્યું. સમગ્ર બાબતે છોટાઉદેપુર જિલ્લા પ્રશાસને પણ પગલાં લીધા છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને સજ્જ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સવારથી શાળા હોવા છતાં છ એ છ શાળાઓમાં શિક્ષકોને 5 વાગ્યા સુધી હાજર રહી તૈયારી કરવાની કાર્યવાહી કરાઇ છે. તેમજ બે ટીમો બનાવી જેમાં નિષ્ણાત શિક્ષકોને રાખી બોર્ડર વિસ્તારની શાળાઓમાં મોનીટરીંગ અને શિક્ષકોને સજજ કરવાની જવાબદારી સોંપાઈ છે. સમગ્ર મામલે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ બાળકોને વાંચતા ના આવડતું હોવાની ચિંતા વ્યક્ત કરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230626_154454.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *