Gujarat

જેસર તાલુકાના હિપાવડલી તથા પીપરડી ગામને ફરી સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ખુબ ખુબ આભાર શીર્ષ નેતૃત્વનો
ગત તારીખ ૨૭/૦૭/૨૦૨૩ ના રોજ સરકારશ્રીના પરિપત્ર મુજબ જેસર તાલુકાના હિપાવડલી તથા પીપરડી ગામને ફરી સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરતા ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનો દ્વારા ૧૦૮નું બિરુદ ધરાવતા સાંસદ માં.ની.શ્રી નારાણભાઈ કાછડીયા સાહેબ તેમજ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા પ્રખર પ્રવક્તા-સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાજી, માજી કૃષિ મંત્રી સ્વ. વી.વી.વઘાસીયા સાહેબના અથાગ પ્રયત્ન થકી હિપાવડલી તેમજ પીપરડી ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવિષ્ટ કરી આ પ્રજાલક્ષી નિર્ણયને સમગ્ર રહીશો આવકારી રહ્યા છે. સમગ્ર હિપાવડલી ગ્રામ પંચાયત,આગેવાન શ્રી , તેમજ સમગ્ર ગામના રહીશો તમામ રાજકીય આગેવાનશ્રીનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *