અમદાવાદ
અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી રોડના ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગી હતી. જેના પર ફાયર વિભાગના જવાનોએ કાબૂ મેળવી લીધો છે. ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની ૫ ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ ઓલવી દીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલા બે વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યા. ફોર્ચ્યૂન બિઝનેસ હબના દસમાં માળે ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી.
