Gujarat

આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભાઓના મોનિટરિંગ સાથે તેમને જરુરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે

બિપરજોય વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઈને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સ્થિતિમાં આશ્રય મેળવ્યો છે તેવા ગીર જંગલના નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓને આરોગ્યની વિશેષ સારવાર આપવામાં આવી રહી છે. આ પૈકી સગર્ભા મહિલાઓને નજીકના સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા આ સગર્ભા મહિલાઓનું સતત મોનિટિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમના આહાર અને સ્વાસ્થ્ય બાબતે તેમને માર્ગદર્શન સાથે માહિતી આપવામાં આવી રહ્યા છે.

મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી મળતી માહિતી મુજબ વાવાઝોડાને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો હતો.

ગળકિયા, ગુંદિયાળી, ખડા અને સિરવાણ સહિતના જંગલના નેસ વિસ્તારમાંથી ૫ સગર્ભા મહિલાઓને અલગ-અલગ નજીકના સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.  આરોગ્ય વિભાગ દ્વારા નેસ વિસ્તાર અને જ્યાં લોકોને સ્થળાંતર કર્યા હોય ત્યાં તેમની આરોગ્યની ચકાસણી કરી તેમને તેમના સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું જોઈએ તે અંગે જરુરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

nes-vistar-sagrbha-tapasni-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *