Gujarat

જેતપુરના પ્રખ્યાત રેસ્ટોરન્ટના ફૂડ માંથી નીકળી ઈયળો, જમવા જતા પહેલા સો વાર વિચારજો!  

જેતપુરમાં રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી ઈયળ નિકળવાની ઘટના સામે આવતા ચર્ચા ઉઠી છે.
જેતપુરમાં જગડ નામની રેસ્ટોરન્ટ ભોજનમાંથી ઈયળો નિકળી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ગ્રાહકે મંચુરિયનનો ઓડર આપતા સાથે ચટણી આવેલ હોઈ જેમાં ઈયળો ખદબતદી જોવા મળી હતી. રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પણ જેતપુર પાલિકા તેમજ  ફૂડ વિભાગ ઉંઘતું હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જો રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવે તો તેના રિપોર્ટમાં પણ ઘણો સમય કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં રહે છે. પરંતુ તંત્ર કોઈ નક્કર કાર્યવાહીનો દાખલો બેસાડવામાં નિષ્ફળ જાય છે.
શહેરમાં આવેલી અનેક રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે આવા રેસ્ટોરન્ટમાં કેવું જમવાનું બને છે તેની ચકાસણી કરતા નથી જેના કારણે અનેક હોટલ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ અને મરેલા જીવજીતું નીકળે છે. જગડ રેસ્ટોરન્ટ સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.

IMG-20230831-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *