Maharashtra

આ એક્ટ્રેસ મેગેઝીનના કવર ફોટો માટે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

મુંબઈ
લાંબા સમયથી મેગેઝીન્સ પોતાના કવર પેજ પર સેલેબ્રિટીઝના અવનવા ફોટોઝ સાથે પબ્લિશ થતી રહે છે. થોડા સમય પહેલાં જ બૉલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ એક મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપીને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈને ઇન્ટરનેટ અને ટીવી પર આ તસ્વીરને લઈને વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં રણવીર સિંહ વિરુદ્ધ આ મામલે કેસ પણ દાખલ કરાયો હતો. પરંતુ આવું અઢી દશક પહેલા એક એક્ટ્રેસ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવી ચુકી છે. આ એક્ટ્રેસનું નામ છે પૂજા ભટ્ટ. પૂજા ભટ્ટ પોતાના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. બિગ બોસ ઓટીટી ૨માં ભાગ લઇ રહેલી આ અભિનેત્રીની આ તસ્વીર જાેઈને સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. કહેવામાં આવતું હતું કે આ તસ્વીરમાં પૂજા ભટ્ટના શરીર પર એકપણ વસ્ત્ર નહોતું, પરંતુ તે ન્યૂડ પણ નહોતી. કારણ કે તેના શરીર પર શર્ટ-પેન્ટ અને કોટની જેમ જ રંગ પેઇન્ટ કરાયા હતા. પૂજા ભટ્ટે આ ફોટોશૂટ પોતાના ૨૧મા જન્મ દિવસે કરાવ્યું હતું. એ દિવસોમાં આવું ફોટોશૂટ કરાવવું બહુ મોટી વાત હતી. ૧૯૯૦ના દાયકામાં પૂજા ભટ્ટે એક ફિલ્મ મેગેઝિનના કવર માટે તેના બોડી પેઈન્ટ સાથે પોઝ આપ્યો હતો. આ પેઈન્ટ સફેદ શર્ટ અને લાલ ટાઈની ડિઝાઇન સાથે થ્રી-પીસ ફોર્મલ સૂટના રૂપમાં હતું. તેમાં તેના શરીર પર ચોંટાડેલા બટનનો પણ સમાવેશ કરાયો હતો. મેગેઝિને કવર પર લખ્યું હતું કેઃ “પૂજા ડેઅર્સ ટૂ અપિઅર ઈન હર બર્થડે સૂટ.” અંગ્રેજીમાં બર્થડે સૂટનો અર્થ ન્યૂડ(દ્ગેઙ્ઘી) થાય છે. જણાવી દઈએ કે મનુષ્યનો જન્મ કપડા વિના થયો હોવાથી બર્થ ડે સૂટનો અર્થ નગ્ન થાય છે. બોડી પેઇન્ટિંગ એક કળા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં હોલિવૂડ એક્ટ્રેસ ડેમી મૂર ઈન્ટરનેશનલ મેગેઝીન વેનિટી ફેરના કવર પેજ પર આવા જ અંદાજમાં જાેવા મળી હતી. આ જાેઈને મૂવી મેગેઝિનના એડિટર તેનાથી પ્રેરિત થઈને આ અંગે પૂજા ભટ્ટ સાથે વાત કરી હતી. પૂજા એક બોલ્ડ અભિનેત્રી હોવાથી તે તરત જ માની ગઈ હતી. કહેવાય છે કે તે જમાનાના પ્રખ્યાત ફોટોગ્રાફર જગદીશ માળીના સ્ટુડિયોમાં રાત્રે ૧૦ વાગ્યાથી ૬ કલાક સુધી પૂજાના શરીરને પેઇન્ટ કરવામાં આવ્યું હતું. જાેકે, પહેલાં તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે બોડી પેઇન્ટ નોન-એલર્જીક છે. મેગેઝીન લોન્ચ થયા બાદ કહેવામાં આવ્યું હતું કે આ ફોટોમાં પૂજાએ પેઈન્ટની નીચે અન્ડરગાર્મેન્ટ પહેર્યા હતા. આ મેગેઝિન પૂજાના ૨૧માં જન્મદિવસે પબ્લિશ કરાયું હતું. ત્યાર બાદ તેને લઈને ઘણો વિવાદ થયો હતો, પરંતુ ઘણા લોકોએ આને આ ફોટોશૂટને આર્ટવર્ક તરીકે જાેવાની હિમાયત કરી હતી અને પૂજાની હિંમતની પ્રશંસા કરી હતી. જણાવી દઈએ કે, તે સમયે આ મૂવી મેગેઝીનની કિંમત ૧૦ રૂપિયા હતી, પરંતુ મેગેઝીનની માંગ એટલી વધી ગઈ કે ઘણી જગ્યાએ તે ૫૦ રૂપિયામાં વેચાઈ હતી. મુંબઈના સાંતાક્રુઝ રેલવે સ્ટેશન પર એએચ વ્હીલરના બુક સ્ટોલ પર મહિનામાં ૫ નકલો વેચાતી હતી, ત્યાં બે જ દિવસમાં આ મેગઝીનની ૫૦ નકલો વેચાઈ હતી.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *