નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની જાણીતી એશિઝ શ્રેણી શરૂ થઈ ગઈ છે. પ્રથમ મેચનું મુહૂર્ત એજબેસ્ટન ખાતે થયું હતું, જ્યાં આ મેચને કાંટાની ટક્કરની જેમ જાેવામાં આવી હતી.પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે ૮ વિકેટે ૩૯૩ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ અંત સુધી ૫ વિકેટે ૩૧૧ રન બનાવીને મેચમાં પોતાની પકડ મજબૂત કરી હતી. મેચના પહેલા દિવસે જ્યાં ઈંગ્લેન્ડ માટે જાે રૂટે શાનદાર સદી ફટકારી હતી, તો બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ સદી ફટકારી હતી. પૂર્વ કેપ્ટન જાે રૂટની ૧૧૮ રનની ઇનિંગ જાેવા મળી ત્યારે બીજા દિવસે ઓસ્ટ્રેલિયા માટે ખ્વાજાએ ૧૨૬ રન ફટકાર્યા અને બીજા દિવસે અણનમ રહ્યો હતો. આ બેટ્સમેનની ઈનિંગે એશિઝ શ્રેણી-એપીના ૧૩૯ વર્ષનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે ૧૯૯ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. આ એક ઇનિંગને કારણે ઇંગ્લેન્ડની ઇનિંગ્સ ડિકલેર કરવાની યોજના બરબાદ થઇ ગઇ. ઓસ્ટ્રેલિયન ટીમે જાેરદાર લડત આપી અને પ્રથમ દાવમાં લીડ લેવા તરફ એક પગલું ભર્યું હતું પરંતુ આખરે તેઓને લીડ મળી નહોતી કારણ કે પાછળના બેટ્સમેનો ખાસ કમાલ બતાવી શક્યા નહોતા. ઉસ્માન ખ્વાજાએ એશિઝ શ્રેણીમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ૩ વિકેટ પડી ગયા બાદ ટીમને ઝડપથી સંભાળી લીધી હતી અને ઈંગ્લેન્ડ સામે પોતાના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. ટેસ્ટ ક્રિકેટમાં ઉસ્માનની આ ૧૫મી સદી હતી. આ સદીના કારણે ઓસ્ટ્રેલિયા બીજા દિવસે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું. ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાએ એશિઝ સીરિઝમાં સદી ફટકારીને ટીમને માત્ર મજબૂત બનાવી નથી પરંતુ ૧૩૯ વર્ષ જૂનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ૧૮૮૪ પછી, ખ્વાજા એવા પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યા જે અન્ય દેશમાં જન્મ્યા હોય અને એશિઝમાં સદી ફટકારી હોય. ઉસ્માન ખ્વાજાનો જન્મ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયો હતો. તેણે ઇંગ્લેન્ડમાં એજબાસ્ટર ખાતે એશિઝ શ્રેણી દરમિયાન આ શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ૧૮૮૪માં લંડનમાં જન્મેલા પર્સી મેકડોનેલે એશિઝમાં ઓસ્ટ્રેલિયા માટે ઓવલ ખાતે સદી ફટકારી હતી.


