Maharashtra

આ બોલિવૂડ સ્ટાર સાઉથનો વિલન બન્યો, થાલાપતિ વિજયને આપશે ટક્કર

મુંબઈ
સાઉથ સિનેમામાં બોલિવૂડ એક્ટર્સ સતત નવા રોલમાં જાેવા મળી રહ્યા છે. આ કડીમાં બોલિવૂડના એક સુપરસ્ટાર ત્યાંનો એક નવો વિલેન બનીને ઉભરી આવ્યો છે. આ સ્ટાર જલદી થાલાપતિ વિજયની ફિલ્મમાં પોતાની ભૂમિકા નિભાવશે. તો અમે વાત કરી રહ્યા છીએ સુનીલ દત્ત અને નરગિસના લાડલા દિકરા સંજય દત્તની. ૨૯ જુલાઇ ૧૯૫૯માં જન્મેલા સંજય દત્ત હવે સાઉથની દુનિયાનો નવો સિતારો છે. નેગેટિવ ભૂમિકામાં એને પસંદ કરવામાં આવ્યા છે. પોતાની પર્સનાલિટીના દમ પર એક નવું બીડુ ફૂંકી રહ્યા છે. સાઉથ સિનેમામાં બોલિવૂડ એક્ટર્સ સતત નવા રોલમાં જાેવા મળી રહ્યા છે. આ કડીમાં બોલિવૂડના એક સુપરસ્ટાર ત્યાંનો એક નવો વિલેન બનીને ઉભરી આવ્યો છે. આ સ્ટાર જલદી થાલાપતિ વિજયની ફિલ્મમાં પોતાની ભૂમિકા નિભાવશે. તો અમે વાત કરી રહ્યા છીએ સુનીલ દત્ત અને નરગિસના લાડલા દિકરા સંજય દત્તની. ૨૯ જુલાઇ ૧૯૫૯માં જન્મેલા સંજય દત્ત હવે સાઉથની દુનિયાનો નવો સિતારો છે. નેગેટિવ ભૂમિકામાં એને પસંદ કરવામાં આવ્યા છે. પોતાની પર્સનાલિટીના દમ પર એક નવું બીડુ ફૂંકી રહ્યા છે. હવે સંજય દત્ત જલદી થાલાપતિ ફિલ્મ લિયોમાં જાેવા મળશે. લોકેશ કનગરાજે હાલમાં એના બર્થડે પર ફિલ્મના લુકને જારી કર્યુ હતુ. ફિલ્મમાં સંજય દત્ત વિલેનની ભુમિકામાં જાેવા મળશે. સંજયની પર્સનાલિટીના હિસાબથી એમને ફિલ્મ માટે લુક આપવામાં આવ્યો છે. જાે કે લિયોમાં ખરેખર વિલેનના રોલમાં સંજય દત્તની ભૂમિકા કેવી હશે એ લોકો વિચારી રહ્યા છે. માત્ર લિયોમાં જ નહીં, પરંતુ સંજય પુરીની જગ્ન્નાથની હિટ ફિલ્મ સ્માર્ટ શંકરના બીજા પાર્ટ ડબલ સ્માર્ટમાં પણ જાેવા મળશે. આ વિશે પોતે એટલે કે સંજય દત્ત સોશિયલ સાઇટ પર પોતાનો લુક શેર કર્યો હતો. આમાં બિગ બુલના રોલમાં જાેવા મળશે. આ સિવાય પણ સંજય બીજા સાઉથ પ્રોજેક્ટમાં જાેવા મળશે. આમ, વાત કરવામાં આવે તો બોલિવૂડના એક્ટર્સ અને એક્ટ્રેસ હંમેશા કોઇને કોઇ રીતે સોશિયલ મિડીયામાં છવાયેલા રહેતા હોય છે. જાે કે સંજય દત્તને આ રોલમાં જાેવા માટે દર્શકો આતુર છે. આ લુકમાં સંજય દત્ત કંઇક અલગ જ જાેવા મળી રહ્યા છે. જાે કે વિલેનનો આ લુક દર્શકોને ખૂબ પસંદ પડી શકે છે.

File-01-Page-18-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *