International

ચીનના આ શક્તિ પ્રદર્શનને માનવામાં આવી રહ્યું છે ઓપરેશન તાઈવાનનું સિગ્નલ

ચીન
ડ્રોન કહીએ પણ પાવર ફાઈટર જેટથી ઓછો નથી. હા, ડ્રોનની મોટી સાઇઝને કારણે પશ્ચિમી મીડિયાએ તેને ‘મોન્સ્ટર ડ્રોન’ નામ આપ્યું છે. આ ચાઈનીઝ ડ્રોનનું નામ ્‌મ્-૦૦૧ છે. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે ચીને ફરી એકવાર પોતાના શક્તિશાળી ડ્રોનની તસવીરો જાહેર કરી છે. આ વખતે ડ્રોનને મિસાઈલ અને બોમ્બથી સજ્જ બતાવવામાં આવ્યું છે. ચીનનો દાવો છે કે ્‌મ્-૦૦૧ ૧૨૦૦ કિલોના બોમ્બ સાથે ઉડાન ભરવામાં સક્ષમ છે. તેના પર ૬૦૦૦ કિલોમીટરની રેન્જવાળી મિસાઇલો લોડ કરી શકાય છે. ્‌મ્-૦૦૧ એ ચાઈનીઝ એન્જિન ડ્રોન છે, અને ૨૦૨૧ થી રેડ આર્મી સાથે છે. આ ડ્રોન ૩૫ કલાક સુધી ઉડી શકે છે. અમેરિકન નિષ્ણાતોના મતે, તાઈવાનની સેના હોય કે અમેરિકન સેના તાઈવાનને મદદ કરી રહી હોય, ચીન દરેક જગ્યાએ ખૂબ જ ચુપચાપ હુમલો કરશે અને આ માટે ચીન તેના ઘાતક ડ્રોનનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ચીને મિશન તાઈવાન માટે કેટલાક ડ્રોન ખાસ પસંદ કર્યા છે અને કેટલાક ડ્રોન યુએસ આર્મી સામે લડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. ચીનના આ પાવર શોને ફરી એકવાર ઓપરેશન તાઈવાનનું સિગ્નલ માનવામાં આવી રહ્યું છે કારણ કે ચીને ડ્રોનની શક્તિ બતાવવાની સાથે સૈન્ય અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. વર્ષ ૨૦૨૩નો અડધો સમય પસાર થઈ ગયો છે અને રેડ આર્મી ફરીથી યુદ્ધ જીતવા માટે પ્રેક્ટિસ કરી રહી છે. ચીનની આ કવાયતમાં ત્રણેય સેના સામેલ છે. તૈયારી એવી રીતે કરવામાં આવી રહી છે કે તાઈવાન પર હુમલાની સાથે તેના મદદગારોને પણ જવાબ આપી શકાય. રશિયન વાયુસેનાએ તેના સ્ટીલ્થ વિમાનો સાથે દાવપેચ કર્યા. કાર્ગો વિમાનો પણ ઉપડ્યા હતા. બીજી તરફ, ટેન્ક સાથે પણ દુશ્મનને હરાવવાની સંપૂર્ણ તૈયારી છે. લાલ બાદશાહની નૌકાદળે દરિયામાં દાવપેચ શરૂ કરી દીધા છે. તાઈવાન નજીક ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચીનની રેડ આર્મી સંપૂર્ણ એક્શનમાં છે. વાયુસેના અને નૌકાદળ દાવપેચના નામે તાઇવાનને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કહેવાની જરૂર નથી કે ચીનના ફાઈટર જેટ યુદ્ધની જેમ તાઈવાનની નજીકથી ચક્કર લગાવી રહ્યા છે. ચીનના યુદ્ધ જહાજાે દરિયામાં ગોળીબાર કરી રહ્યા છે. દાવપેચ વચ્ચે ચીને પોતાના ડ્રોન વડે શક્તિ પ્રદર્શન કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ડ્રેગનનું ઓપરેશન ઝેડ શરૂ થવાનું છે. તેને ઓપરેશન તાઇવાનની તૈયારી તરીકે પણ માનવામાં આવી રહ્યું છે કારણ કે એમ્ફિબિયસ એસોલ્ટ જહાજાેનો ઉપયોગ દાવપેચમાં વિશેષ રીતે કરવામાં આવે છે. એક તરફ યુદ્ધની તૈયારી છે, તો બીજી તરફ તાઈવાનને ફરીથી ઉશ્કેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ૧૪ લડાકુ વિમાનોએ તાઈવાનમાં ઘૂસણખોરી કરી હતી. ચીનના ૪ યુદ્ધ જહાજાે પણ તાઈવાનના પ્રાદેશિક જળસીમામાં પ્રવેશ્યા હતા. તાઈવાને ફાઈટર જેટ મોકલીને ચીનને પડકાર ફેંક્યો હતો.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *