Delhi

TNPLના આ ખેલાડીએ છેલ્લા બોલ પર ૧૮ રન આપ્યા

નવીદિલ્હી
ક્રિકેટ પણ કેટલી ર્નિદયી રમત છે, આ વાતનો અનુભવ ત્યારે થાય જ્યારે અચાનક કોઈ મેચ એવું થાય જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. તમિલનાડૂ પ્રીમિયર લીગની (્‌દ્ગઁન્) આ સીઝનની બીજી મેચમાં કંઈક આવું જ જાેવા મળ્યું હતું. સાલેમ સ્પાર્ટન્સ અને ચેપોક સુપર ગિલીઝની વચ્ચે મેચ એક બોલમાં ૬ અથવા ૭ નહીં પણ પુરા ૧૮ રન બનાવતા જાેવા મળ્યા હતા. સાલેમ સ્પાર્ટન્સ ટીમ આ મેચમાં પહેલા બોલીંગ કરી રહી હતી. ચેપોક સુપર ગિલીઝે ૧૯ ઓવરમાં ૫ વિકેટના નુકસાન પર ૧૯૧ રન બનાવી લીધા હતા. ત્યાર બાદ સાલેમ તરફથી ઈનિંગ્સની છેલ્લી ઓવરમાં આવેલી ટીમના કપ્તાન અભિષેક તંવર પાસેથી બધાને સારી બોલીંગની આશા હતી. અભિષેકે પણ પોતાની ઓવરમાં ૫ બોલ પર ફક્ત ૮ રન જ આપ્યા. હવે છેલ્લા બોલ પર જ્યારે અભિષેક ફેંકવા માટે દોડ્યો તો, તેણે નો બૉલ ફેંક્યો, જેના પર કોઈ રન મળ્યો નહીં. બાદમાં અભિષેકે બીજાે બૉલ ફેંક્યો એ પણ નો બૉલ ફેંક્યો, જેના પર છગ્ગો લગાવ્યો અને કુલ ૭ રન આવ્યા. હવે ફરી એક વાર નો બૉલ થયો, જેના પર ૨ રન આવ્યા, ત્યાર બાદ અભિષેકે વાઈડ બૉલ ફેંક્યો. જાે કે, હવે તેને લીગલ બોલ ફેંક્યો તેના પર પણ છગ્ગો લગાવ્યો. આવી રીતે અભિષેકે એક બૉલ ફેંકવા માટે ૫ બૉલ ફેંકવા પડ્યા. ઈનિંગ્સના છેલ્લા બૉલ પર ૧૮ રન આપનારા સાલેમે સ્પાર્ટન્સ ટીમના કપ્તાન અભિષેક તંવરના નામ પર પણ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. હવે અભિષેકે ભારત તરફથી ફક્ત એક બૉલ પર સૌથી વધારે રન આપનારો ખેલાડી બની ગયો છે. તો વળી વર્લ્ડ ક્રિકેટમાં આ રેકોર્ડ હજુ પણ ક્લિંટ મૈકોયના નામે છે. જેણે ૨૦૧૨-૧૩માં બિગ બૈશ લીગ સીઝનમાં એક મેચ દરમ્યાન ૧ બોલ પર ૨૦ રન આપ્યા હતા.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *