ગુજરાત રાજય લલિતકલા અકાદમી, અમદાવાદ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જુનાગઢ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે.
રમતગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે એક ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરેલ છે. જેમાં ૬ થી ૧૪(જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૩ને ગણવાની રહેશે) વર્ષના બાળકો ભાગ લઈ શકશે. જે બાળકો આ પેઇન્ટીંગ વર્કશોપ ભાગ લેવા માંગતા હોય તેમને તા.૨૧/૦૭/૨૦૨૩ના રોજ બપોરના ૧૨-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં. ૧/૧, બહુમાળી ભવન, સરદારબાગ, જુનાગઢ ખાતે જરૂરી પુરાવા (આધારકાર્ડ) સાથે અરજી કરાવાની રહેશે. જેના ફોર્મ ફેસબુક આઇ.ડી. Dso JunagadhCity પરથી મેળવી શકાશે. અરજી કરેલ બાળકોને વર્કશોપના સમય અને સ્થળની જાણ કરવામાં આવશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
