છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમ્યાન આરોગ્ય ડોક્ટર સહિત આરોગ્ય સ્ટાફ જ હાજર ન હતા
છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તાર મા આરોગ્ય લક્ષિ સુવિધા જોવા આવ્યા હતા. જેમા ગઢબોરિયાદ સી એચ સી અને દુગ્ધા પી એચ સી તૅમજ દુગ્ધા, કડુલીમહુડી, રતનપુર(ક) આમ ત્રણ સબ સેન્ટર ની મુલાકાત કરેલ જેમા ગઢબોરિયાદ સી એચ સી મા કેટલો સ્ટાફ હાજર વગેરે પૂછપરછ કરી હતી. જયારે 24 ગામ ના દુગ્ધા પી એચ સી મા ફક્ત બે વર્ગ ચારના કર્મચારી હાજર હતા જયારે અન્ય કોઈ હાજર ન હતુ. તેમજ અન્ય ત્રણ આરોગ્ય સબ સેન્ટર જ્યાં સીએચઓ હાજર હોવા જોઈએ પરંતુ તે બંધ હતા. આ તમામ બાબત ની ડીડીઓ સ્થળ પરિસ્થિતિ જોઈ ચોકી ઉઠ્યા હતા. અને જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતે જાણ કરેલ જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર એમપીએચ ડબ્લ્યુ એફ એચ ડબ્લ્યુ એલ ટી, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્ષ, સીએચઓ અન્ય સ્ટાફ સાથે 18 લોકોના છોટાઉદેપુર ખાતે બોલાવી રૂબરૂ નિવેદન લીધા હતા.ત્યારબાદ મોડી સાંજે આ રિપોર્ટ છોટાઉદેપુર ડીડીઓ પાસે મુકાયો હોય. જેમા જે નિવેદન આરોગ્ય સ્ટાફ આપ્યા હતા તેમાં ડીડીઓ ને પૂરતું સત્ય ન લાગતા તેઓ છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી ને કેટલાય સૂચનો કરતા. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તત્કાલ ડીડીઓ જે સબ સેન્ટર ની મુલાકાત કરેલ જેમા ગેર હાજર ત્રણ સીએચઓને સસ્પેન્ડ કરેલ છે. જયારે અન્ય 15 કર્મચારી ઓમાં ડોક્ટર સાથે અન્ય સ્ટાફ ને કડક સૂચના સાથે બે દિવસ ના બીન પગારી અને નોટિસ આપી કાર્યવાહી હાથ ધરાઈ છે. છોટાઉદેપુર ડીડીઓ ની એક કલાક ની મુલાકાત મા આંગણવાડી ની ચાર અને આરોગ્ય ના ત્રણ કર્મચારી મળી કુલ સાત ને સસ્પેન્ડ કરાતા વિસ્તાર મા ખડભળાટ મચ્યો છે. જયારે વિસ્તાર ના લોકો ની પણ એકજ માંગ છે. જેમને કામગીરી કરવી નથી તેવા સરકાર ના પગાર લઈ બિન્દાસ બનતા કર્મચારી સામે હજુ કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે. જયારે ડીડીઓ ની કડક કાર્યવાહી થી વિસ્તાર ના લોકો મા ખુશી છવાઈ છે.
મહિના મા એકવાર ડીડીઓ આરોગ્ય, શિક્ષણ તૅમજ અન્ય સુવિધા બાબતે મુલાકાત કરે તેવી વિસ્તાર ના લોકો ની માંગ
ડીડીઓં ની મુલાકાત મા આરોગ્ય સ્ટાફ સામે કડક કાર્યવાહી કરાઈ છે.
3 સીએચઓંને સસ્પેન્ડ કર્યા છે. અન્ય તમામ કર્મચારીઓંને બે દિવસના બિન પગારી કર્યા છે. અને નોટિસ આપી સૂચના આપી છે. બીજી વખત પકડાશે તો સસ્પેન્ડ કરવામાં આવશે. ડોક્ટર ને પણ બિનપગારી કરી નોટિસ આપેલ છે. હવે એ પકડાય તો એમની સામે પણ સસ્પેન્સન ની કાર્યવાહી થશે.એમ
સી બી ચોબીસા જિલ્લા આરોગ્ય અધિકારી છોટાઉદેપુરએ જણાવ્યું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર