વડોદરા
વડોદરાના સાવલીના પોઈચા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં ત્રણ યુવક ડૂબ્યા હતા. જેમાં દશામાંના વિસર્જન કરવા આવેલ એક જ ગામના ત્રણ યુવક ડૂબ્યા હતા. જેમાં ત્રણ પૈકી ૧ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા બે યુવકની શોધખોળ ચાલુ છે. જાે કે આ ઘટનાના પગલે ઘટના સ્થળે સાવલી ધારાસભ્ય, જીડ્ઢસ્,મામલતદાર, સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં ડુબેલા ત્રણે યુવક સાવલીના રણછોડપુરા ગામના રહેવાસી છે.