Gujarat

અભયમના કાઉન્સિલિંગ થકી સગીરવયની દિકરી ઘરે પરત જવા તૈયાર થઇ 

જૂનાગઢ શહેરના મધ્ય વિસ્તારમાંથી મધ્ય રાતે ૧૮૧ ટીમને એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરી જાણ કરવામાં આવી હતી કે, રસ્તા ઉપર કોઈ અજાણી છોકરી બેસેલી છે. જેથી તે ક્યાંથી અને કેવી રીતે અહીંયા આવી છે. તે માટે જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ ટીમને જાણકારી માટે મદદ માંગી હતી. ત્યાંરે ફરજ ઉપરના ૧૮૧ કર્મચારી તન્વીકા પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણીયા અને પાયલોટ રાહુલભાઈ ખાવડુ તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર પહોંચી બેન સાથે વાતચીત કરી કાઉન્સિલિંગ કરી સગીરા સાથે વાત જાણવા મળેલ કે, તેઓ તેમના પ્રેમીને મળવા માટે ઘરેથી માતા-પિતાની જાણ વગર નીકળી ગયેલા હતી. રસ્તા ઉપર આવી બેસી ગયેલ તેમજ તેઓ તેમના પ્રેમીને ફોન કરતા હોય પણ ત્યારે તેમના પ્રેમીઓ ફોન બંધ આવતો હતો. જેથી સગીરાને આગળ કશું ન સુજતા તેઓ કોઈ સૂનશાન જગ્યા ઉપર આવી અને બેસી ગયેલ માટે ટીમના કાઉન્સેલરે કાઉન્સલિંગ કરી તેમને સમજાવેલ કે આવી રીતે અડધી રાતે ઘરની બહાર નીકળવું સેફ નથી. તેમજ માતા-પિતા સાથે સંપર્ક કરી દીકરીનું તેમના માતા-પિતા સાથે પૂનઃ મિલન કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *