Gujarat

છોટાઉદેપુરમાં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. 

છોટાઉદેપુર જિલ્લો તિરંગાના રંગે રંગાયો.

૭૭માં સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા
આજરોજ આઝાદીકા અમૃત મહોત્સવના સમાપન માસ નિમિતે રમત ગમત, યુવા સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, તેમજ કમિશ્નર યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુંતીઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર તથા નગરપાલિકા, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મારી માટી,મારો દેશ- માટીને નમન, વીરોને વંદન દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન માટે સંસ્કૃતિક કાર્યક્રમ, વિશાળ દેશભક્તિ રેલી-તિરંગા યાત્રા, શીલાફલકમ અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન, નગરપાલિકા ચીફ ઓફિસર, એસએફ હાઈસ્કુલના આચાર્ય, જીલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન રાણા, ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ રેલી, સંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ બારોટે કર્યું હતું. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા, રેલીનો રૂટ એસએફ. હાઈસ્કૂલ, આઈ હોસ્પિટલ, પોસ્ટ ઓફીસ, ઝંડા ચોક, માણેક ચોક, સ્ટેટ બેંક, ક્લબ રોડ, નગરપાલિકા કેમ્પસ થઈ જીલ્લા સેવા સદન સુધી આવી હતી. મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાને મેરી માટી મેરા દેશ અભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવી દેશના સપુતોને અંજલી આપવા માટેનું બીડું જડપ્યું છે. લોકો આઝાદીનું મહત્વ સમજે અને દરેક ગામમાં ભારતીય સુરક્ષા દળોના જવાનોને યાદ કરવાનો આ એક મોકો છે. સંસ્કૃતિક કાર્યક્રમમાં વીરોનું સન્માન કર્યું હતું તેમજ દેશભક્તિ ગીતો પર વડોદરાના ગ્રુપે ડાન્સ રજુ કર્યા હતા. તેમજ ભરૂચના સીદી ધમાલ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું. સમારંભ બાદ સર્વે મહાનુભાવોએ વૃક્ષારોપણ અને વસુધા વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જાય જવાન ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સુબેદાર માનસિહભાઈ રાઠવા હાજર રહ્યા હતા તેમજ છોટાઉદેપુર જીલ્લાના વિવિધ જગ્યા એ ફરજ પરના સૈનિકો, રીટાયર્ડ સૈનિકોનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

TIRANGA-YATRA-3-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *