Gujarat

TL નાં ઓપરેશનનાં નિષ્ફળ થયા બાદ વળતર માટે નિસહાય દંપતીનો પ્રશાસન ઉપર આક્ષેપ

(પ્રેગનેંટ મહિલા હોય અને માત્ર કીટ ઉપર વિશ્વાસ રાખી ખાનગી હોસ્પિટલ TL નું ઓપરેશન કરી નાંખે એનાથી  ફરજીયાત સોનોગ્રાફી કરે એ જરૂરી છે)

(સામાજિક કાર્યકર ઉમેશભાઈ સોલંકી સરકાર TL નાં ઓપરેશન દીઠ દર્દીને 1400 રૂપિયા ચૂકવે છે પણ જો સરકાર થકી ખાનગી ર્ડો ઓપરેશન કરે તો સરકાર ર્ડો ને ઓપરેશન દીઠ 3 હજાર ચૂકવે છે પણ ખાનગી હોસ્પિટલ દર્દીને માત્ર 800 જ ચૂકવે છે તેમ આક્ષેપ કરતા આ મામલે વહીવટતંત્ર ઊંડાણથી તપાસ કરે તેં પણ જરૂરી બન્યું છે)
(સંપૂર્ણ રીપોર્ટમાં નોર્મલ હોય અને પછી કદાચ ઑપરેશન ફેલ જાય તો એટલો હોબાડો નથી થતો પણ જરૂરી રીપોર્ટ કર્યા વગર માત્ર પૈસા કમાવવાની લ્હાયમાં દિવસના  વધુ થી વધુ ઑપરેશન કરવાના ચક્કરમાં જ લાપરવહી શક્ય બનતી હોય છે)
(પ્રશાસન મામલાની ગંભીરતા સમજી દર્દીને સહાય મળે માટે પ્રયત્ન કરવા તૈયાર છે પણ સહાય મળશે જ એની ખાત્રી નથી. એક તરફ અધિકારી દ્વારા ઑપરેશન પહેલાના અને પછીના રીપોર્ટ સબમિટ કરાવો જે અમે જિલ્લા આરોગ્યના ધ્યાને મુકીશું અને ત્યાંથી જો ફાઇનલ ઝંડી મળે તો જ સહાય મળશે તો બીજી તરફ આક્ષેપ બાદ દર્દી તરફથી કાગળ હવે ક્યારે સબમિટ કરવામાં આવે છે અને વળતર મળે છે કે નહિ તેં આવનારો સમય જ નક્કી કરશે)
ધ્રાંગધ્રા :
  તાલુકાના વાઘગઢ ગામના તેમજ શહેરમાં ધોરી ધાર વિસ્તારમાં રહેતા દંપતીએ TL નું ઓપરેશન નિષ્ફળ જતાં મતલબ ઑપરેશન પછી પણ ગર્ભ રહી જતાં હતાશા સાથે પ્રશાસન ઉપર આક્ષેપ કર્યો છે. એક દંપતી દ્વારા ગંભીર આક્ષેપ સાથે કહેવામાં આવ્યું કે ઓપરેશન ને માંડ 2 મહિના થયાં અને ત્યારબાદ રીપોર્ટમાં પોતે અઢી મહિનાથી પ્રેગ્નેન્ટ હતા એમ આવતા પોતે હતાશ અને ગુસ્સે થયાં છે.જો કે કુટુંબ નિયોજન માટે ઉપયોગમાં લેવાતા તબક્કાઓમાં TL ની વિશ્વ્સનીયતા અને ચોકસાઈ વધુ છે. TL(tubal legation) ને સરળ ગુજરાતી ભાષામાં સમજીએ તો ફેલો્પિયન ટ્યુબને અવરોધી કુટુંબ નિયોજન માટે કરવામાં આવતું ઓપરેશન. રાજ્ય સરકાર સુઆયોજિત માળખાઓ થકી વસ્તી નિયઁત્રણ માટે એક વ્યવસ્થા સાથે કાર્ય કરતી હોય છે જેમાં TL નાં ઑપરેશન માટેની નોંધણી સરકારી હોસ્પિટલમાં કરવામાં આવતી હોય છે પણ ઘણી બહેનોનાં બેન્ક એકાઉન્ટ્સ નહિ હોવાથી આવી મહિલાઓને સરકારી હોસ્પિટલમાં જરૂરી તમામ રિપોર્ટ્સ અને ચેક અપ બાદ પ્રાઇવેટમાં મોકલવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર દર્દીને જે લાભ મળવાનો હોય છે એનો સીધો ખર્ચ પ્રાઇવેટ ક્લિનિકનાં ખાતામાં જમા કરે છે.સમગ્ર બાબતને ઊંડાણથી સમજીએ તો થઇ રહેલો આક્ષેપ ગંભીર પણ ગણી શકાય. એક તબક્કે સરકાર ઓપરેશન ફેલ થવાના કિસ્સામાં ફરી પ્રેગ્નેન્સી બાદ જુદા જુદા કેસની ગંભીરતા (ઘણા કેસમાં 4 મહિને ખબર પડતી હોય)વળતર પેટે 30 હજાર થી 60 હજાર રૂપિયા ચૂકવતી હોય છે પણ અહીં તમે ઑપરેશન પ્રાઇવેટમાં કર્યું છે એમ કહી આખા વિવાદથી પોતે અડગા બનવાના કારનામા પ્રશાસન દ્વારા થઇ રહ્યા છે તેવો આક્ષેપ બંને દંપતી કરી રહ્યા છે. હવે જો સરકારી હોસ્પિટલમાં ગયા બાદ રીપોર્ટ થયા પછી મહિલા પ્રાઇવેટ ક્લિનિકમાં જાય અને ત્યાં પણ સરકાર 3 હજાર ચૂકવતી હોય તો એમાં આડકતરી રીતે મામલો પોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં ગયાનો કઈ રીતે ગણી શકાય? બીજું કે સરકાર દ્વારા એક બોન્ડ કે કાયદાકીય પ્રક્રિયા બાદ આવા ઑપરેશન અર્થે સમજૂતી કરવામાં આવતી હોય છે જેમાં TL નિષ્ફળ જવાના કિસ્સામાં પ્રશાસન અને ખાનગી હોસ્પિટલ બંનેની કંઈક તો જવાબદારીઓ સુનિશ્ચિત હોય છે જેમાં લાપરવાહી થઇ હોય તો જ આમ બને એ પણ સીધુ ગણિત છે. તમામ રીપોર્ટ સરકારી હોસ્પિટલમાં થાય ત્યારબાદ ખાનગીમાં માત્ર પ્રેગ્નેનસી કીટ ઉપર ભરોસો મૂકીને બિન્દાસ ઓપરેશન કરી નાખવું એ કોઈ પણ મોટી ડિગ્રી ધરાવતા ર્ડો માટે શરમજનક ગણી શકાય. આવા કિસ્સામાં ફરજીયાત સોનોગ્રાફી કરવી જોઈએ. TL ઓપરેશન 100 ટકા સફળ નથી એટલું માત્ર પોતાની બેજવાબદાર કામગીરીથી છટકવા સરળ રસ્તો છે પણ ઇન્ડિયન મેડિકલ રિસર્ચનાં દાવા મુજબ TL ની નિષ્ફ્ળતા માત્ર 0.5 ટકા છે એ વાત પણ ઉચ્ચ વહીવટી તંત્રએ ધ્યાને લેવી જોઈએ.સમગ્ર મામલે પ્રશાસન દર પ્રશ્ને ફરતું જોવા મળ્યું હતું. જેમાં પ્રથમ ખાનગીમાં કરાવ્યું હોય તો એમને જોવાનું. સરકાર થકી ખાનગીમાં મોકલાયેલ છે અને સરકાર 3 હજાર ચૂકવે છે તેમ જણાવતા મુખ્ય અધિકારીઓ પાયાના સ્ટાફ ઉપર ઢોળીને દર્દીએ રીપોર્ટ કરાવવા જોઈએ કહે છે. રાજ્ય સરકાર TL વધુ યોગ્ય હોવાથી વધુ થી વધુ કુટુંબ નિયોજન આ રીતે જ થાય એના માટે TL નાં ઓપરેશન નિષ્ફળ જવાના કેસમાં 30 હજાર થી 60 હજાર જેટલી સહાય પણ ચૂકવે છે કે જેથી લોકો પુરા વિશ્વાસથી માત્ર TL નાં આગ્રહી બન્યા રહે તેવા કિસ્સામાં પ્રશાસને  સરકારી તિજોરી ને વધુ નુકશાન પહોંચે એમ બેદરકાર બની જાવુ કે આવા ઓપરેશન પેલા સંપૂર્ણ તકેદારીઓ વાળા પગલાં થી TL ને 100 ટકા સફળ બનાવવું એ બંને માંથી કોઈ એક દિશામાં ચોક્કસ બનવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *