Gujarat

જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા  સ્પર્ધકોએ અરજી રૂબરૂ અથવા પોસ્ટ મારફત અને ઝોન/તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.૧૮ જુલાઈ સુધી અરજી કરવાની રહેશે

કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીગાંધીનગર આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ સંચાલિત ઝોન/તાલુકા તથા જિલ્લાકક્ષા યુવા ઉત્સવનું આયોજન થનાર છે.જેમાં વયજૂથ અ વિભાગ ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીનાબ વિભાગ ૨૦ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના અને ખુલ્લો વિભાગ ૧૫ વર્ષથી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના સ્પર્ધક કલા વિભાગ સાહિત્ય વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની અલગ અલગ કૃતિઓમાં ભાગ લઈ શકશે.

જેમા અ અને બ વિભાગના સ્પર્ધક ઝોન/તાલુકાકક્ષાએ થી શરૂ થતી વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધાચિત્રકલાહળવું કંઠ્ય સંગીતલોકવાદ્ય સંગીતએક પાત્રીય અભિનય સ્પર્ધાઓ ઉપરાંત ’ વિભાગમાં પાદપૂર્તિગઝલ શાયરી લેખનકાવ્ય લેખનદુહા-છંદ-ચોપાઈલગ્નગીતજ્યારે સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓ માટેના અ અને બ વિભાગના સ્પર્ધક શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)શાસ્ત્રીય નૃત્ય- ભરતનાટ્યમકથ્થક માં સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

જ્યારે ખુલ્લો વિભાગના સ્પર્ધક ઝોન/તાલુકાકક્ષાએથી શરૂ થતી લોક વાર્તાસર્જનાત્મક કારીગરીભજનસમૂહગીત અને  સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા જેવી કેલોકનૃત્યલોક ગીતશાસ્ત્રીય કંઠ્ય સંગીત (કર્ણાટકી)સીતારવાંસળીતબલાવીણામૃદંગમહાર્મોનિયમ (હળવું)ગિટારશાસ્ત્રીય નૃત્ય- મણીપુરીઓડીસીકુચીપુડીશીઘ્ર વકૃત્વ (હિન્દી/અંગ્રેજી) અને એકાંકી સ્પર્ધામાં સ્પર્ધકો કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે.

        ઝોન/તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટેના અરજીપત્રકો તા.૧૮/૦૭/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં ઝોન/તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે. સીધી જિલ્લાકક્ષાની  સ્પર્ધાના સ્પર્ધકોએ નીયત અરજી ફોર્મ સંપૂર્ણ વિગતોઆધાર પુરાવા સાથે જિલ્લા રમતગમત અધિકારીની કચેરીબ્લોક નં.પ્રથમ માળબહુમાળી ભવનસરદારબાગજુનાગઢ ૩૬૨૦૦૧ ખાતે તા.૧૮/૦૭/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટ મારફત મોકલવાની રહેશેજ્યારે સ્પર્ધા અંગેના નિયમો જાણવા Dso Junagadhcity ફેસબૂક આઈ.ડી પર જોઈ શકાશે. વિશેષમાં ઝોન/તાલુકા કન્વીનરોની યાદી તથા સ્પર્ધાના નિયમો ફેસબુક આઈ.ડી. પર મુકવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *