Gujarat

આજરોજ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ મંડળે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની શુભેચ્છા મુલાકાત કરી. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાનું ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ મંડળ દ્વારા શાલ ઓઢાડી પુષ્પગુચ્છ દ્વારા ધારાસભ્યશ્રીનું સંન્માન કરવામાં આવેલ.
———————————————————————
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ મંડળ દ્વારા આજરોજ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ. ખૂબ જ સૌમ્ય વાતાવરણમાં આજરોજ ધારાસભ્ય શ્રી સાથે ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ સંદભે પણ થોડી ચર્ચા કરવામાં આવી.  આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીએ  સાવરકુંડલા શહેરમાં મળતાં ફરસાણ તેમજ મીઠાઈ સંદર્ભે સંબંધિત તંત્ર દ્વારા વાર તહેવારે યોગ્ય ભાવ બાંધણું થાય તેવી રજૂઆત પણ કરી હતી. આ સમયે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હીરાણી સમેત બિપીનભાઈ પાંધી, રવિભાઈ મહેતા, નિલેશભાઈ વાઘેલા તથા હિંમતભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સહારા ગ્રૂપમાં રોકાયેલ નાણાં રોકાણકારોને પરત મળે એ સંદર્ભે પણ આ રોકાણકારોને સહારા રિફંડ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જાગૃતિ આવે એવાં પ્રયાસ પણ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વધુ જોરશોરથી કરવામાં આવે તેવો પણ આ સમયે નિર્ધાર કરવામાં આવેલ. આ તકે ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવી સાવરકુંડલા શહેરના જન જન સુધી ગ્રાહક સુરક્ષા કાનૂનની સમજ પ્રદાન કરવાનો દ્રઢ નિર્ધાર પણ કરવામાં આવેલ.

Screenshot_20230804-154305_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *