સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આજે ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન સાવરકુંડલા શહેરમાં થયું. લોકો પણ આ મુખ્યમંત્રીશ્રીને જોવા માટે ઉમટી પડ્યા.. (જો કે વધુ સંખ્યામાં તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ હોય એવું લાગ્યું.) આ સંદર્ભે થોડી અપેક્ષા એવી હતી કે સાવરકુંડલા શહેરની સદીઓ જૂની સમસ્યાગ્રસ્ત અહીંની નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટનું પણ અવલોકન કર્યું હોત તો? આ શાકમાર્કેટ સર્વને માટે સુલભ સ્થાન અંગે સલંગ્ન તંત્રને સંશોધન કરવા સૂચન પણ કરી શકાયું હોત. લોકો પણ શાકમાર્કેટનું યોગ્ય સ્થાને સ્થળાંતર થાય તે જોવા આતુર હતાં. આ આગમન સમય બાદ થોડો સમય અહીં શહેરની સમસ્યા જાણવા માટે અને એ પણ સરપ્રાઇઝ રૂબરૂ મુલાકાત સ્વરૂપે ગોઠવાયું હોત તો? સમસ્યાનું પ્રત્યક્ષ પ્રમાણ પણ જાણી શકાયુ હોત. પરંતુ સોરી આ તો તમામ માત્ર જો તો છે. એને મૂર્ત સ્વરૂપ લોકો તો ન જ આપી શકે. જો કે મુખ્યમંત્રીશ્રીને સમગ્ર ગુજરાતના લોકોની સમસ્યા સંદર્ભે ઘણાં અગત્યનાં કાર્યો હોય કદાચ સમય ન ફાળવી શકે એમ માનીને લોકો પણ મન મનાવી લે. જો કે મુખ્યમંત્રીશ્રીનો આ કાર્યક્રમ અહીંના માર્કેટ યાર્ડ ખાતે મુખ્યત્વે તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નવવર્ષના વિકાસના કામોને લોકો સમક્ષ પહોંચે તે જ હશે. અર્થાત લોકસભા મહા સંમેલન.!! લોકો પણ સાવરકુંડલા શહેરના વિકાસ માટે કોઈ મોટી જાહેરાત થશે એવું પૂર્વાનુમાન લગાવતાં હતાં. ત્યાં તો હેલીકોપ્ટરનો ધ્વનિ સંભળાયો અને મુખ્યમંત્રી આકાશ માર્ગે રવાના થયાં
પ્રસ્તુત તસવીરમાં બકરીના બચ્ચાંની જેમ મૌસમ પ્રમાણે ફરતી શાકમાર્કેટની છે.