સહિતના નાના ચોક વિસ્તારમાં રહેતો કાસીમ છાંટબર ઉવ 30 નામના યુવાને અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પિય લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો. યુવાનને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.
જ્યારે બીજા બનાવમાં શહેરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતો જીતેન મનુભાઈ મેણીયા ઉવ ૨૬ નામનો યુવાન તે જ વિસ્તારમાં આવેલ પ્રગતિ પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં કલર બનાવવાનું ડાયર તરીકે નું કામ કરતો હતો. આજે બપોરે તે સાડી છાપવાનું પતરું ઉપાડીને જતો હતો ત્યારે માલ સામાન હેરફેર કરવાની લોખંડની લિફ્ટ પાસે પહોંચતા તેને અકસ્માત તેને લિફ્ટનું પતરું ગળાના ભાગે વાગી જતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી સાથી કારીગરોએ તરત જ સારવાર માટે સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બંને બનાવોમાં પોલીસે પંચરોજકામ જેવું જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

