Gujarat

બોડેલીમાં ધોધમાર વરસાદ અનેક રસ્તાઓ પર ભરાયા પાણી

આજે વહેલી સવારથી જ બોડેલી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે બોડેલી પથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને લઈને રોડ અને સુસાયટીના રસ્તા ઉપર પાણી ભરાયા હતા
હવામાન વિભાગના આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતમાં વરસાદ ની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદને લઈને અનેક સોસાયટીના રસ્તા ઉપર અને અનેક જગ્યાઓ પર પાણી ભરવાના બનાવો પણ જોવા મળ્યા હતા અલીપુરાના bank of baroda પાસે વરસાદી પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે ગોપાલ ટોકીઝ પાસે પણ પ્રસાદી પાણી ભરાયા હતા વરસાદને લઈને લોકોને ગરમીથી રાહત જોવા મળી રહી છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230629110217.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *