Gujarat

નવસારીના દરિયાકાંઠે પ્રવાસીઓને ન જવા સૂચના

નવસારી
બિપરજાેય વાવાઝોડાની શક્યતાઓના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે સાવચેતીના પગલા લેવાયા છે. પોલીસ વિભાગે વાવાઝોડાને પગલે ૫૨ કિલોમીટરના દરિયાકાંઠા પર સહેલાણીઓ અને માછીમારો માટે પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ છે. જિલ્લામાં વિવિધ પોઇન્ટ બનાવીને ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. દરિયા કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *