Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના એંધાણ જણાતા હોવા છતાં પ્લાસ્ટિકના વેચાણમાં મંદી હોવાની ફરિયાદ કરતા વેપારીઓ      

છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ જોવા મળી રહી છે.  અને વરસાદ વરસે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. સાથે સાથે 40 કિમિ ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. પરંતુ વરસાદ વરસવાના એંધાણ વાર્તાતા હોય છતાં પ્લાસ્ટિક અને તાડ પત્રીનાં ધંધામાં મંદી છે તેવી ફરિયાદ વેપારીઓ કરી રહ્યા છે. આજરોજ છોટાઉદેપુર પંથકનો  શનિવારનો સૌથી મોટો હાટ બજાર છોટાઉદેપુર માં ભરાયો હોય પરંતુ પ્લાસ્ટિક તથા તાડ પત્રીનાં વેચાણમાં કોઈ મઝા નથી ઘરાકી ઓછી છે તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.
         છોટાઉદેપુર પંથકમાં વરસાદના એંધાણ વાર્તાતા વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક અને તાડપત્રીની દુકાનો તો લગાવી દેવામાં આવી છે. પરંતુ ખેડૂતો , દુકાનદારો, હોટલ સંચાલકો, તથા અન્ય નાના મોટા વેપારીઓ વરસાદથી બચાવ અર્થે પ્લાસ્ટિક અને તાડ પત્રી ખરીદવા જે આવતા હોય જે જોવા મળતા નથી.   જેના કારણે વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.  હાલમાં 35 થી 40 રૂપિયે મિટર પ્લાસ્ટિક વેચાઈ રહ્યું છે. જ્યારે ગત વર્ષનો ભાવ 40 થી 45 રૂ હતો. પરંતુ ચાલુ વર્ષે સસ્તું હોવા છતાં ઘરાકીનો રંગ જામતો નથી.  જે નવાઈ ભરી વાત છે.
          છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામડા પિયાતના અભાવને કારણે માત્ર ચોમાસુ ખેતી ઉપર નિર્ભર હોય જેના કારણે વરસાદ આવતા પહેલા અગમચેતીના ભાગરૂપે પ્લાસ્ટિક તથા તાડ પત્રી ખરીદીને લઈ જતા હોય છે. જ્યારે આ સમયમાં છોટાઉદેપુર માં ભરાતા હાટ બજારમાં ધુમ વેચાણ થતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઘરાકી જોવા મળતી નથી જે વાતે પ્લાસ્ટિકના બજારમાં  ભારે આશ્ચર્ય ફેલાવી  દીધું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230617-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *