Gujarat

પાવી જેતપુર તાલુકાના સિહોદ અને પાવીજેતપુર વચ્ચેનો ભારજ નદી પરના બ્રીજના પાયા ધોવાણ થતા હાલ બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર બંધ   

બોક્સ
આસપાસ થતા રેતી ખનન ના કારણે આ બંને બ્રિજ ના પાયા ધોવાન થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
હાઈવે ના બ્રીજ થી 500 મીટર દૂર સુધી ખોદકામ ના કરી શકાય તેવો કાયદો છે એને ખનીજ વિભાગ દ્વારા સુધારો કરી એક કિલોમીટર સુધી ખોદકામ ન કરી શકાય એવો કાયદો બનાવવો જોઈએ એવી લોકમાગ ઉઠી છે
પાવી જેતપુર તાલુકાના સિહોદ અને પાવીજેતપુર વચ્ચેનો ભારજ નદી પરના બ્રીજના પાયા ધોવાણ થતા હાલ બ્રિજ ઉપરનો વાહન વ્યવહાર બંધ ભારે વરસાદ બાદ બ્રિજ જર્જરીત થયો અને બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે.પિલરો બેસી જતા બ્રિજ ગમે ત્યારે નમી શકે છે.બ્રિજ બંધ થવાના પગલે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે.
પાવી જેતપુર નજીક શિહોદ નજીક વર્ષો જૂના બ્રિજના પાયા બેસી જતા બ્રિજ જોખમકારક બન્યો છે.જેને લઈને તંત્રએ વાહન ચાલકો અને રાહદારીઓ માટે અવર જવર બંધ કરી છે.ભારે વરસાદ બાદ બ્રિજ જર્જરીત થયો અને બ્રિજ પર મસમોટી તિરાડો પડી છે.પિલરો બેસી જતા બ્રિજ ગમે ત્યારે નમી શકે છે.બ્રિજ બંધ થવાના પગલે લોકોને 25 કિલોમીટરનો વધારાનો ફેરો લગાવવા મજબૂર બન્યા છે. જેમાં સ્થાનિકોનો આરોપ છે કે, ભારજ નદીમાં રેતીનું ખનન થવાના કારણે નદીનો પટ ઉંડો થયો છે…જેથી બ્રિજના પિલરો 20થી 25 ફૂટ ખુલ્લા થયા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230730-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *