Gujarat

આર.સી.મિશન શાળા વરસડા ખાતે પોકસો એક્ટ પર તાલીમ યોજાઈ.

મકસુદ કારીગર,કઠલાલ
તારાપુર તાલુકાના વરસડા ખાતે આવેલ આર.સી.મિશન પ્રાથમિક શાળામાં તા. ૮મી જુલાઈના રોજ પોકસો એક્ટ-2012 અંગે તાલીમ યોજાઈ હતી જેમાં 125 જેટલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાયા હતા. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા સંચાલિત આ તાલીમમાં પોકસો કાયદાની સમજ, જરૂરિયાત, સજાનું પ્રાવધાન તથા ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર વિશે ઊંડાણપૂર્વકની સમજ આશાદીપના સ્ટાફ તરફથી આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના મેનેજર ફાધર જયંત રાઠોડ તથા સી.ગીતા પણ હાજર રહ્યા હતા.

IMG-20230708-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *