દરેક પોલીસ સ્ટેશન દીઠ એક સરકારી શાળા પસંદ કરી તેના સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC સ્કીમ શરૂ કરવામાં આવેલ છે આઠમા ધોરણમાં 22 વિદ્યાર્થીઓ અને 22 વિદ્યાર્થીનીઓ પસંદ કરી તેમને બે વર્ષ માટે ઇન્ડોર તથા આઉટડોર તાલીમ આપવામાં આવી રહી છે વર્ષમાં ત્રણ કેમ્પ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જામકંડોરણા માં આજે કલરવ સ્કૂલ થી બસ સ્ટેશન સુધી પરેડ કરવામાં આવી હતી આ પરેડ માં 90 વિદ્યાર્થીઓ 4 સી પી ઓ..5 પોલીસ અને 3 જી આર ડી જવાનો પરેડ માં જોડાયા હતા.. જામકરોણા ની કલરવ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને જોડાયેલ કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.. SPC વિદ્યાર્થીઓની પરેડ માં શારીરિક કૌશલ્ય અને શિસ્ત બંધ પરેડ ની પ્રતીતિ ગામ લોકોએ નિહાળી હતી વધુમાં પી એસ આઇ વી.એમ.ડોડીયા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન પૂરું પાડ્યું હતું.. વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષ વાવો જીવન બચાવો વૃક્ષોનું જતન આબાદ વતન એક બાર એક ઝાડ વૃક્ષો વાવો સમૃદ્ધિ લાવો વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ ધરતીનું સંગીત છે ઋતુઓનું સૌંદર્ય છે આકાશમાં વ્યાપેલી કવિતા છે વિવિધ સૂત્રો ઉચ્ચાર કરીને લોકોને વૃક્ષ વાવવા અપીલ કરી હતી..
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


