Gujarat

 કઠલાલ કોલેજ ખાતે મેરી માટી મેરા દેશ અભિયાન અન્વયે વૃક્ષારોપણ કરાયું 

મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ, કઠલાલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મેરી માટી મેરા દેશ અભિયાનને અનુસંધાને કોલેજના આચાર્ય ડૉ. અમિતકુમાર પરમારની પ્રેરણાથી અને  ઉપાચાર્ય પ્રા. વૈશાલી મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કેમ્પસ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંગેનો કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સેવા યોજના અને સામુદાયિક સેવાધારાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રસ્તુત કાયૅક્રમમાં આપણું કેમ્પસ સ્વચ્છ કેમ્પસના નારા સાથે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ હાથ ધરાઇ હતી અને ત્યાર બાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને અનુસંધાને કોલેજના પરિસરમાં પ્રતિક સ્વરૂપે આપણું કેમ્પસ હરિયાળું કેમ્પસના નાદ સાથે ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પંચ પ્રણ લેવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપક તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર અને સમાજશાસ્ત્રના વિષયના પ્રાધ્યાપક પરેશ પટેલ દ્વારા કરાયું હતું.

IMG-20230809-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *