મકસુદ કારીગર,કઠલાલ
શાળામાં ચાલતા એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવકો અને ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ સામુહિક રીતે વૃક્ષારોપણનું આયોજન કર્યુ હતું. જેમાં નર્સરી માંથી કુલ 250 જુદી જુદી જાતના વૃક્ષોના રોપા લાવવામાં આવ્યા હતા અને શાળાના મેદાનમાં તથા નદી કિનારે આ રોપાઓને રોપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય એસ. જી . પટેલે આ પ્રસંગે વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું.
ઇકો ક્લબના ઇન્ચાર્જ મુકેશભાઈ પટેલ અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયનના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનએસએસના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


