સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે શ્રી લીખાળા પ્રા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાના પટાંગણમાં તથા લીખાળા ગામના સ્મશાન ધામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ જાતના અંદાજે ૧૫૦ રોપાને વાવીને એમના જતનની જવાબદારી લેવાનો સંકલ્પ લેવામાં આવેલ છે આ કામને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ ગજેરા તેમજ શિક્ષક શ્રી વિજયભાઈ વઘાસિયા તથા મુકેશભાઈ ગોજારીયા તથા યોગેશભાઈ વસોયા એ જહેમત ઉઠાવેલ છે તેમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.