*સત્યઘટના.*
(તારીખ 24/07/2022
ગોજારો દિવસ.
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ.)
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું
એમ તો ખૂબ જ મોટું એવું શાખપુર ગામ
જેમાં અઢારે વર્ણ રહે.
એમાં પટેલ સમાજમાં
દેવજીબાપાનો અને ”સવિતાબાનો” પરિવાર રહે.
“સવિતાબા” આમ તો એક પણ ધોરણ ભણ્યા નહોતા, પરંતુ માસ્ટર ડીગ્રી કરેલ વિધાર્થીઓને પણ પાછળ રાખી દે એવી એમની અંદર યાદશક્તિ.
હિંમત.
આવડત.
સહનશક્તિ.
તેમજ દરેક સંકટને દરેક દુઃખને સહન કરવાની કુદરતી બક્ષિસ કહો કે એક કળા,,,,,
દરેક દુઃખને હસતે મુખે સહન કરવું કે પછી ગમે તે પરિસ્થિતિ હોય ચહેરો હંમેશા હસતો જ રાખવો એ એક કુદરતી કળા “સવિતાબાની” અંદર બાળપણથી જ ભરેલ.
ગમે તેવી કિંમતી ચીજવસ્તુ કેમ ન હોય પણ બીજા કોઈને જરૂર હોય અને આપી દેવી એ એમનો મૂળ સ્વભાવ,
પરોપકાર નું બીજું નામ એટલે “સવિતાબા.”
ગામમાં ક્યાંય પણ સત્સંગ. ધૂન.કે કથા પારાયણ કે પછી કોઈપણ ધાર્મિક કાર્ય હોય “બા” ની હાજરી અચૂક હોય જ.
બાળપણથી ભણેલા નહીં પરંતુ ખૂબ જ તેજસ્વી એકદમ સરળ સ્વભાવ અને નાના મોટાને માન આપવું તેની સમજણ ધરાવતા.
સાસરે આવ્યા બાદ ઘરની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હોવાના કારણે પહેલેથી ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો,
એટલું જ નહીં ઘર પરિવારનું ધ્યાન રાખીને ખેતીવાડીનો ધંધો ઉભો રાખતા.
પોતાની એટલી તનતોડ મહેનત કરીને પોતાની જાત તોડી નાખી એટલું જ નહીં જિંદગીમાં ચૌદ ચૌદ વખત સાપ કરડેલ. તેમજ પોતાની જિંદગીમાં સાત સુવાવડ કરીને. ત્રણ વખત જીવલેણ અકસ્માતનો ભોગ બન્યા. એક વખત ઝેરી દવા ચડેલ આટલું આટલુ માથે સંકટ આવ્યું હોવા છતાં પણ ક્યારેય હિંમત ન હારીને એક પ્રેરણારૂપ બનીને જિંદગી જીવી ગયા.
પોતાના સાત સંતાનોમાં ચાર દીકરીઓ પછી દીકરો જન્મયો એ પણ જન્મના પાંચમા દિવસે પરમેશ્વરે પાછો લઈ લીધેલો ત્યારબાદ બે દીકરા એમ કુલ છ દીકરા-દીકરીઓને ખૂબ જ સાચવીને કોઈપણ જાતના ભેદભાવ વગર બધાને એક સરખા સાચવીને બધાનું લાલનપાલન કરીને બધા જ સંતાનોની અંદર ખૂબ જ સંસ્કારોનું સિંચન કર્યું.
આજે પણ યાદ કરતા આંખ ભરાઈ આવે છે કે પોતે અભણ હોવા છતાં અમારી અંદર ખૂબ જ સમજણ શક્તિ, તેમજ સહનશક્તિ પણ ખૂબ જ આપીને આપ ગયા છો. આજે એક વાતનો ખૂબ જ સંતોષ છે કે ઈશ્વરે અમને ખૂબ જ પ્રેમાળ અને પરોપકારી “મા” આપી.
મમતાની મૂર્તિ એવી “વ્હાલી માને” બધા લોકો પ્રત્યે ખૂબ જ હેત અને ત્યાગની દેવી ગણાતી “મા” ની આંખોમાં વ્હાલનું ઝરણું વહેતુ હોય તેમ બધા જ માટે અવિરત સ્નેહ નિતરતો.
“મા” તરીકેનું શ્રેષ્ઠ પાત્ર આપ નિભાવી ગયા.
અને એક વાતનો ખૂબ જ વસવસો છે કે આજે અમારી પાસે બધું જ છે પણ એક “મા” નથી.
પોતાની જિંદગીમાં ખૂબ જ ખેતીકામ,પશુપાલન કાળી મજૂરી તેમજ પોતાનાથી બનતી બધી જ મહેનત કરીને ઘરને ઉભું રાખનાર અને પપ્પાને દરેક કામમાં ખંભે ખંભો મેળવીને હંમેશા પપ્પાને મદદરૂપ થયા એ “મા”ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું..!
બહારના લોકોને પણ પોતાનાથી બનતી મદદ કરીને આપ ખુબ જ સારુ જીવન જીવી ગયા.
જિંદગીમાં કરકસર કરીને પોતાના શરીર પર ક્યારેય સારું કપડું ના ઓઢીને પોતાના સંતાનો માટે ખૂબ જ કામ કર્યું.
કદાચ સો જન્મો સુધી તમારું બાળક બનીને જનમ લઈશું તો પણ તમારું ઋણ નહીં ચૂકવી શકાય એટલું અમારા પર આપનું ઋણ છે “મા.”…..
આજે આપની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે ઈશ્વરને એટલી પ્રાર્થના કરીએ છીએ કે અમારી “વ્હાલી માવલડી” ના આત્માને પુરા બ્રહ્માંડનું સુખ પ્રાપ્ત થાય એવા આશિષ આપજો…..
પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે આપના ચરણોમાં શત શત નમન..
ઓમ શાંતિ શાંતિ શાંતિ….!!!
લેખક – વાઘાણી વિજય.
9429555756



