Gujarat

અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે

જીએમઆરસી લિમિટેડ દ્વારા જણાવાયાનુસાર સમાજના વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે મેટ્રો રેલ સેવાઓ ને નિયમિત સમય કરતાં અડધો કલાક વહેલા શરૂ કરવાનો ર્નિણય કરાયો છે.જે અંતર્ગત ઉપરોક્ત બન્ને કોરિડોરના તમામ ટર્મિનલ સ્ટેશનથી (એટલે કે વસ્ત્રાલ ગામ, થલતેજ, એ.પી.એમ.સી. અને મોટેરા) બે વધારાની ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં પ્રથમ ટ્રેન સવારે ૬ઃ૨૦ કલાકે ઉપડશે તથા બીજી ટ્રેન ૬ઃ૪૦ કલાકે ઉપડશે. ત્યારબાદ સવારના ૭ઃ૦૦ કલાકથી મેટ્રો સેવાઓ રાબેતા મુજબ ૧૨ મિનિટ ના અંતરે કાર્યરત રહેશે.
અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ (ઈટ્ઠજં-ઉીજં અને ર્દ્ગિંર-ર્જીેંર) બંને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન ૧૨ મિનિટનાં અંતરે સવારે ૭ ઃ૦૦ કલાક થી ૨૨ઃ૦૦ કલાક સુધી હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે. એમ જીએમઆરસીની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *