Gujarat

ગાંધીનગર RTOના કૌભાંડમાં બે એજન્ટ અને બે ઇ્‌ર્ંની ધરપકડ

ગાંધીનગર
ગાંધીનગર ઇ્‌ર્ં કચેરીમાં એક બે નહીં પરંતુ હજારો લાયસન્સ ટેસ્ટ ડ્રાઈવ આપ્યા વગર જ નિકળી ગયા હોવાનું સામે આવ્યુ છે. આ કૌભાંડમાં ઇ્‌ર્ં અધિકારીની પણ મિલીભગત હોવાનું સામે આવ્યુ છે. સાયબર ક્રાઈમે ફરિયાદના આધારે તપાસ કરતા બે એજન્ટ અને બે ઇ્‌ર્ં અધિકારીઓની ધરપકડ કરી છે. ગાંધીનગર ઇ્‌ર્ંમાં ફરજ બજાવતા સમીર ધારિયા, જયદીપસિંહ ઝાલા સહિત બે એજન્ટ મળીને ચારની ધરપકડ કરી છે. પોલીસને મળેલી અરજીમાં મોટાભાગના લાઈસન્સમાં આઈપી એડ્રેસ ઇ્‌ર્ંની બહારના હોવાનું સામે આવ્યું હતુ. આ અરજીઓ મંજૂર કરવા માટેનો પાસવર્ડ માત્ર ઇ્‌ર્ંના અધિકૃત અધિકારી પાસે જ હોય છે. છતાં ઝડપાયેલા બંને છઇ્‌ર્ંએ એજન્ટને આઈડી પાસવર્ડ આપ્યો હતો.સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ગાંધીનગર ઇ્‌ર્ંમાં વર્ષ ૨૦૨૨માં ૧૪ હજાર જેટલા લાઈસન્સ ઈસ્યૂ થયા હતા. જ્યારે ૨૦૨૩માં ૪ હજાર લાયસન્સ ઈસ્યૂ કરાયા છે. એટલે જ પોલીસને આશંકા છે ૨૦૨૨માં ઈસ્યૂ થયેલા ૧૪ હજાર પૈકી મોટો આંકડો ગેરરીતિનો હોઈ શકે છે. આ કેસમાં પોલીસે ટેકનિકલ મદદ લઈને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં અત્યાર સુધીનું સૌથી મોટુ કૌભાંડ બહાર આવે તો પણ નવાઈ નહીં.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *