Gujarat

છોટાઉદેપુર ના તેજગઢ ગામ નજીક આવેલ રોજકુવા અને અછેટા ગામના બે બાળકો શાળાએ જવાનું કહી નીકળ્યા હતા દુમાલી ગામ નજીક નદીમાં ન્હાવા પડતા બંનેવ વિધાર્થીઓ ડૂબતા બંનેવ બાળકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી છોટાઉદેપુર ફાયરફાયટરના જવાનો ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યા પોલીસે ઘટનાને લઇ વધુ તપાસ હાથધરી 

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામ નજીક રોજકુવા ગામનો રાઠવા આકાશ સંજયભાઈ ઉંમર 14 વર્ષ અને અછેટા ગામનો સંદીપભાઈ દિલીપભાઈ રાઠવા ઉમર વર્ષ 14 વર્ષ જેઓ બુધવારના રોજ ઘરેથી તેજગઢ ખાતે આવેલી એ.એન.પંચોલી સાર્વજનિક શાળામાં અભ્યાસ કરતા હોવાથી શાળાએ જવાનું કહી નીકળેલા હતા ત્યારે બાળકોના ઘરે પરત ના ફરતા લાંબો સમય વીતી જતા આખરે બાળકોની પરિવારજનોએ શોધખોળ આદરી હતી શાળા તેમજ આસપાસના ગામોમાં સગા સબંધીઓમાં પૂછપરછ કરી હતી પરંતુ બાળકો ક્યાં ના મળતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું જયારે ગુરુવાર વહેલી સવારે દુમાલી ગામ પાસેની નદીમાંથી બંનેવ બાળકોની મૃતદેહ આસપાસના લોકો જોતા પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા જયારે છોટાઉદેપુર ફાયરફાઈટરની જવાનો ઘટના સ્થળે પોહચી 45 મિનિટનો રેસ્ક્યુ હાથધરી મૃતદેહ બહાર કાઢ્યા હતા અને બંનેવ બાળકોના મૃતદેહ જોવા માટે આસપાસના લોક ટોળા ઉમટી પડ્યા હતા જયારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકો નદીમાં નાહવા કૂદતા તેઓના મોત થયા છે હાલ છોટાઉદેપુર પોલીસ બાળકોના મુતદેહને પી.એમ માટે હોસ્પિટલ લઇ ગઈ છે અને પોલીસએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે હાલ આ ઘટનાથી પરિવારમાં અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બોક્ષ :- દિલીપભાઈ ના પરિવારમાં સંદીપ સાથે 3 દીકરા છે સૌથી નાનો સંદીપ હતો અને સ્કૂલે જવા નીકળીયો હતો પરંતુ તે પરત ના આવ્યા તેની લાશ પરત આવતા પરિવારે પોતાનો વહાલસોયો બાળક ગુમાવતા પરિવારના સભ્યોએ ભારે રોકકળ મચાવી હતી
વર્જન :- અગ્નિશામક કેન્દ્ર સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ
એની નદીમાં બાળકો ડૂબ્યા હોવાનો કોલ આવતા અમારી ટિમ ઘટના સ્થળે પહોંચી અને નદીમાંથી બનાવે બાળકોને લાશ 45 મિનિટમાં જ બહાર કાઢી પરિવારજનોને સોંપી પોલીસને જાણ કરી હતી
ફોટો લાઈન :- દુમાલી ગામે એની નદીમાં બે બાળકો ડૂબતા મોત થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટીયા ત્યારની તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230803-WA0107.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *