Gujarat

કરાટે માં બે સગા ભાઈઓ એ ગોલ્ડ મેડલ મેળવ્યા

બન્ને નડીઆદ સંત અન્ના સ્કૂલમાં અભ્યાસ કરતા અને આર.કે માર્શલ આર્ટસમાં પ્રેક્ટિસ કરતા હતાં.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ
તારીખ ૦૧.૦૭.૨૦૨૩ ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયનશિપ જીલ્લા મથક આણંદ શહેરના યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે યોજાયો જેમાં ગુજરાતનાં ખૂણે ખૂણે થી ૧૨૦૦ ઉપરાંત અલગ અલગ વય જૂથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
ઉપરોક્ત સ્પર્ધામાં જીલ્લા મથક નડીઆદ ના બે સગા ભાઈઓ એ કુમેતી માં ગોલ્ડ મેડલ મેળવી ખેડા જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
બન્ને વિજેતાઓ નડીયાદના સિનિયર એડવોકેટ તૌફીક બેગ મિર્ઝાના સંતાનો છે. જેમાં પ્રથમ હસ્સાન મિર્ઝા અને અતિક મિર્ઝા બન્ને એ ગોલ્ડ મેડલ મેળવી આર.કે. માર્શલ આર્ટસનાં સિહાન રસ રશ્મિન પટેલ સ્નેહા પટેલ અને વસિમ ખાન ની મહેનત ને પણ સફળ સાબિત કરી આપી. બીજું કે માર્શલ આર્ટસની ટીમ ના દરેક વ્યક્તિ વિશેષ પોતાનાં આગવા અંદાજમાં બાળકોને પ્રોત્સાહિત કરી પ્રેક્ટિસની સાથે સાથે માનસિક રીતે પણ ખૂબજ મજબુત બનાવવા પ્રયત્નો કરતાં હોય છે.
એક જવાબદાર કોચ તરીકેની તમામ ખૂબીઓ માર્શલ આર્ટસનિ ટીમમાં જોવા મળી રહે છે.
આવનાર ઓગષ્ટ મહિના માં ગોવા ખાતે જોન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી શકે તેમ છે તેમાં પણ બન્ને વિદ્યાર્થીઓ જળહળતી સફળતા મેળવી પોતાનાં ઘર પરિવાર સ્કૂલ અને સંસ્થાની સાથે સમાજ અને દેશનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ.

IMG-20230709-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *