વિગવાર અહેવાલ મુજબ કુનડ ગામે બે દીકરીઓએ એટલે કે સો પ્રથમ વખત વર્ષ 2021 ના સતવારા સમાજની કુ. હેમાલી નકુમ દીકરીએ નેપાળમાં જય ને ઊંચીકુદ લોંગજંપમાં પ્રથમ સ્થાન મેળવી ને ગોલ્ડ મેડલ જીત્યો હતો..અને ચાલુ શાળમાં મધર લેન્ડ પ્રાયમરી સ્કુલ માં ધો.7 માં અભ્યાસ કરતી પટેલ સમાજની ભીમાણી પરીવારની દીકરી કુ. હેત્વી અશ્વિનભાઈ ભીમાણી ધ એસોિયેશનના ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોટ્સ ઇન્ડિયા અમદાવાદ દ્વારા આયોજિત રમતગમત સ્પર્ધામાં 50 મીટર ની દોડ માં રાષ્ટ્ર કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ને ગોલ્ડ મેડલ જીત્યો છે. તે બદલ સ્કુલ નું અને ગામનું પટેલ સમાજ નું નામ રોશન કર્યું છે. આ બને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરના મહતશ્રી અવધેસદાસજી મહારાજ દ્વારા બને દીકરીઓને ફૂલહાર..શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું…………….
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
તા. જોડિયા.જી.જામનગર.
ગામ=હડીયાણા………….

