Gujarat

અરવલ્લીના મોડાસામાં નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત

અરવલ્લી
અરવલ્લીના મોડાસામાં નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, માલપુર રોડ પર નિર્માણધીન બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડ્યો હતો. શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા ત્યારે નીચે પટકાતા એક શ્રમિકનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન અન્ય એક શ્રમિકનું મોત થયું હતુ.શ્રમિકો ચોથા માળે કોઇ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *