અમદાવાદ
વર્લ્ડકપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ ક્રિકેટ રસિયાઓનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. આવામાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને જે અપડેટ્સ આવે તેના પર સૌ કોઈની નજર છે. અમદાવાદમાં રમાનારી આ મેચ અંગે હવે ટિકિટ ક્યારથી મળી શકશે તે અંગેની વિગતો સામે આવી છે. ૈંઝ્રઝ્ર ક્રિકેટ વર્લ્ડકપના રિશિડ્યુલ કરેલી મેચનું લિસ્ટ સામે આવી ગયું છે. કુલ ૯ મેચની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની મેચનો પણ સમાવેશ થાય છે. ૧૦ ટીમો વચ્ચે રમાનારી આ મેચની શરુઆત ૫ ઓક્ટોબરથી થશે, જે ૧૯ નવેમ્બર સુધી ચાલશે. ૪૬ દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપની ઈવેન્ટમાં કુલ ૪૮ મેચ રમાશે. જેમાં સૌથી વધુ ફેન્સને ટિકિટ મળવાનું ક્યારથી શરુ થશે તે જાણવામાં રસ છે. હવે વર્લ્ડકપની ટિકિટનું વેચાણ કઈ રીતે કરવું તેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. ૨૫ ઓગસ્ટથી અલગ-અલગ દિવસે ક્રિકેટ પ્રેમીઓ વર્લ્ડકપની ટિકિટની ખરીદી કરી શકશે. કુરિયરથી પણ ટિકિટ મંગાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભારતની મેચોની ટિકિટ ૩૦ ઓગસ્ટથી ખરીદી શકાશે. ૨૫ ઓગસ્ટે વોર્મઅપ મેચ અને ભારતને છોડીને અન્ય ૯ મેચની ટિકિટો પણ ખરીદી શકાશે. ૩૦ ઓગસ્ટે ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં થનારી બે ૨ વોર્મઅપ મેચની ટિકિટ પણ મેળવી શકાશે. ૩૧ ઓગસ્ટથી ભારતની મેચોની ટિકિટ ખરીદી શકાશે. ૩૧મીએ ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચની ટિકિટનું વેચાણ શરુ કરવામાં આવશે. ૧ સપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની મેચની ટિકિટો ખરીદી શકાશે. ૨ સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકા નેધરલેન્ડ સામેની મેચોની ટિકિટ મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ફેન્સ ૩ સપ્ટેમ્બરે ખરીદી શકશે. સેમીફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટ ૧૫ સપ્ટેમ્બરથી મળશે. વર્લ્ડકપની મેચની ટિકિટનું વેચાણ અલગ-અલગ દિવસે કરવામાં આવશે. આવામાં ટિકિટ મળતા પહેલા ૈંઝ્રઝ્ર દ્વારા આ સંબંધમાં માહિતી આપવામાં આવશે. ૧૫ ઓગસ્ટથી ૈંઝ્રઝ્રની વેબસાઈટ ુુુ.ષ્ઠિૈષ્ઠાીંુર્ઙ્મિઙ્ઘષ્ઠેॅ.ર્ષ્ઠદ્બ પર જઈને વર્લ્ડકપ ટિકિટ સંબંધિત રજિસ્ટ્રેશન કરાવી શકશે. અહીંથી જ તેમને ટિકિટને લગતી જરુરી માહિતી મળશે. જાેકે, હજુ સુધી મ્ઝ્રઝ્રૈં કે ૈંઝ્રઝ્ર દ્વારા ટિકિટ પાર્ટનરના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ટિકિટના ભાવ હજુ સુધી સામે આવ્યા નથી, ફેન્સ ટિકિટ બે રીતે મેળવી શકે છે. તેઓ કુરિયર દ્વારા પણ ટિકિટ મગાવી શકે છે, જેના માટે અલગથી ૧૪૦ રૂપિયા આપવાના રહેશે. કુરિયર પર માત્ર એ જ મેચોની ટિકિટ માગાવી શકાશે, જેને શરુ થવામાં ૭૨ કલાક કરતા ઓછો સમય બાકી હશે. બીજાે વિકલ્પ નક્કી કરેલી જગ્યા પરથી ટિકિટ મેળવવાનો રહેશે. મેચ જાેવા માટે ફિઝિકલ ટિકિટ મેળવવી પડશે. ઈ-ટિકિટનો વિકલ્પ નહીં હોય. ૈંઝ્રઝ્ર તરફથી ગ્રુપ રાઉન્ડ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. નોક આઉટ મેચમાં તેની જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં ૨ સેમીફાઈનલ અને ફાઈનલ મેચનો સમાવેશ થાય છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ વખતે કોઈ કમી કસર છોડવા માગશે નહીં. ૨૦૧૧ પછી ટીમ વર્લ્ડકપ ટ્રોફી માટે તરસી રહી છે. ફેન્સ પણ ઈચ્છે છે કે આ વખતે વર્લ્ડકપ ભારતના હાથમાં આવે.


