Gujarat

પ્રાંતિજ રેલવે અંડર બ્રિજમાં બે વ્યક્તિઓને મોત સહેજ છેટું રહી ગયુ

રેલવે અંડર બ્રિજમાં લોખંડનો ભારે ગડર કાર પર પડ્યો

સાબરકાંઠા
પ્રાંતિજ રેલવે અંડર બ્રિજમાં બે વ્યક્તિઓને મોત સહેજ છેટું રહી ગયુ હોય એવી ઘટના સર્જાઈ હતી. રાત્રીના સમયે એક કારમાં બે વ્યઆક્તિઓ સવાર થઈ રહી હતી. એ દરમિયાન પ્રાંતિજ રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે અંડર બ્રિજમાં એક કાર પર લોખંડનો ભારે ગડર કાર પર પડ્યો હતો. કારમાં એ સમયે બે વ્યક્તિઓ સવાર હતી અને બંનેનો સદનસીબે બચાવ થયો હતો. મધ્યરાત્રી દરમિયાન સર્જાયેલી આ ઘટનામાં કારના પહેલા એક ટ્રક અંડર બ્રિજમાં જઈ રહી હતી.

એ દરમિયાન ટ્રક રિવર્સ કરવા જતા તે લોખંડના ગડર સાથે ટકરાઈ હતી. જેને લઈ ગડર નિચે પડતા જ એક કાર દબાઈ જવા પામી હતી. ભારે ગડર હોવાને લઈ કારમાં ભારે નુક્સાન સર્જાયુ હતુ.જાેકે કારમાં સવાર મુસાફરોનો બચાવ થવાને લઈ મોટી રાહત સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *