Gujarat

દડવાના યુવાનનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી મરવા મજબૂર કરવા મામલે બે શખ્સ ઝડપાયા

રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની સુચના અને એસ.પી રવિ તેજા વાસમશેટી ના માર્ગદર્શનથી તેમજ ડીવાયએસપી ઠકરાર સાહેબની રાહબારી નીચે માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ તથા ટીમે દડવા ગામના યુવાનના આપઘાત પ્રકરણમાં તપાસમાં સનસનીખેજ ખુલાસા થયા
માણાવદર તાલુકાના દડવા ગામમાં યુવાનનો વિડીયો ઉતારી તેને પોલીસની ઓળખ આપી બ્લેકમેઇલ કરી મરવા મજબૂર કરનાર બે સાયબર ઠગને પોલીસે સુરતથી પકડી લઇ તપાસ કરતા ભાડે બેન્ક ખાતા રાખવામાં મહેર આ શખ્સોના બોગસ ખાતામાં અધધ કહી શકાય તેટલું ૬૭ કરોડનું ટ્રાન્જેક્શન થયાનું સામે આવ્યું હતું. આથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન તેલંગાણા ના પાંચ થી છ શખ્સો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે
માણાવદર તાલુકાના દડવા ગામમાં રહેતા અમિત ભાનજીભાઈ રાઠોડ 23 નામના યુવાને ગત તારીખ 19 જૂનના ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તપાસ કરતા યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હતો જેમાં તેને અજાણ્યા વિડીયો કોલ કરી તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી 48,000 ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ખુલ્યું હતું. આ મામલે યુવાનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ થઇ હતી માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ સહિતના સ્ટાફે આ અંગે તપાસ શરૂ કરી હતી જેમાં મોબાઈલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરતા બેન્ક એકાઉન્ટ ઓરિસ્સા, આસામ, મણીપુર વિસ્તારના બોગસ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું હતું તેમજ આ એકાઉન્ટ ભાડે રાખેલા અને ખોટા મોબાઈલ નંબરવાળા હતા. જે એકાઉન્ટમાં પૈસા આવતા તે તુરંત ઉપાડી અથવા ટ્રાન્સફર કરી નાખતા હતા એક એકાઉન્ટ સુરતનું મળ્યું હતું જેમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરતા તેમાં 67 કરોડનું ટ્રાન્જેક્શન થયું હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી આ એકાઉન્ટ વિશાલ તળાવિયા હેન્ડલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. માણાવદર પોલીસની ટીમે સુરત તપાસ માટે ગઈ હતી પરંતુ વિશાલ મળ્યો ન હતો. ફરી cpi તરલ ભટ્ટ સહિતનો સ્ટાફ ગયો ત્યારે મનોજ ઉર્ફે સની તેમજ તેલંગાણા ના પાંચ થી છ શંકાસ્પદ વ્યક્તિ ધ્યાનમાં આવ્યા હતા. વિશાલ તળાવીયા ને પોલીસે વેશ પલટો કરી પકડ્યો હતો. આ સમયે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા પોલીસે વિશાલ તળાવીયા અને મનોજ ઉર્ફે સનીને પકડી લીધા હતા.
આ અંગે સીપીઆઈ તરલ ભટે જણાવ્યું હતું કે આ ટોળકીની મહિલાઓ રેન્ડમલી વિડીયો કોલ કરે છે સામેનો વ્યક્તિ એકલો હોય રોમેન્ટિક વાતો કરે છે અને અશ્લીલ વિડિયો ઉતારે છે બાદમાં બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે હજુ પ્રથમ તબકાના આરોપીઓને પકડવામાં આવ્યા છે હાલ આ ટોળકીના અન્ય શખ્સોને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
*મલ્ટીલેયર ટોળકી કરે છે અલગ અલગ રીતે ગુના*
આ ટોળકી મલ્ટી લેયર છે એક શિકાર શોધે છે, બીજી શિકારને ફસાવે છે, ત્રીજી બ્લેકમેલ કરી પૈસા પડાવે છે, અને ચોથી પૈસા આવે ત્યારે ટ્રાન્સફર કરવાની કામગીરી કરે છે આ ટોળકી હિન્દી, તેલુગુ, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પણ જાણે છે.
*અજાણ્યા શખ્સોને કોઈપણ સોશિયલ મીડિયા આઈડી ન આપવું*
facebook, instagram, twitter જેવા સોશિયલ પ્લેટફોર્મ પરથી આઈડી મેળવી તેના પર ફોન અથવા મેસેજ કરે છે અને સામેના વ્યક્તિ સમક્ષ રોમેન્ટિક વાતો કરી ફસાવી અશ્લીલ વિડિયો ઉતારે છે અને ત્યારબાદ પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે આથી અજાણ્યા શખ્શોને કોઈ પણ સોશિયલ મીડિયાનું આઈડી ન આપવા તેમજ અજાણ્યા નંબર પરથી ફોન અથવા whatsapp કોલ આવે તો તેનાથી બચવા સીપીઆઇએ જણાવ્યું હતું તેમજ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ આવો ભોગ બન્યા હોય તો તેમને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG_20230718_150755.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *