નાળા નો એક ભાગ ત્રણ મહિના થી ટુટી ગયો છે અને તે અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી અમારી કોઈ રજૂઆતને રોડ ખાતા ના અધિકારીઓ ધ્યાન પર લેતા નથી અને હવે ચાલુ ચોમાસામાં બીજી પણ બે જગ્યા ઉપર આજ નાળા માં ભંગાણ થતાં અહીંથી પસાર થતા તમામ નાગરિકને ભયનો માહોલ રહે છે અને ક્યારે આ નાળું બેસી જાય તેનો સું ભરોસો… સ્થાનિક રહીશો
બોડેલી તાલુકામાં આવતા અંતરિયાળ ગામો એવા વોલોઠી બામરોલી પંથકના 10 ઉપરાંત ગામોને જોડતો વાલોઠી ગામ ખાતે સુકી નદીના નાળા માં ત્રણ મહિના અગાઉ પડેલું ગાબડું તંત્ર દ્વારા પૂરવા માં નથી આવ્યું ત્યારે આ જ નાળા ઉપર બીજા બે ગાબડા પડતા 10 ઉપરાંત ગામોના રહીશો આ નાળુ પસાર કરતા સમયે ભય અનુભવે છે
તંત્ર દ્વારા આ નાળા ઉપર પડેલા ગાબડાને 10 જેટલા ગામોના હિતમાં સત્વરે રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


