પરતું હાલ ચાલી રહેલા ભારે વરસાદ ને કારણે કૂવાની દીવાલ ઘસી પડતાં બન્ને યુવાનો દટાઈ ગયા હતા. ગ્રામજનો ને જાણ થતાં તેઓએ છોટાઉદેપુર ફાયર બ્રિગેડ ને જાણ કરતા તેઓ મઘ્ય પ્રદેશ ની સરહદ હોવા છતાં બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતાં. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી મઘ્ય પ્રદેશ ની રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી અને બન્ને ટીમો એ સાથે મળી અંધાર કાંચ ના યુવાનો ને સહી સલામત કૂવા માંથી કાઢવા ની ઝુંબેશ ચલાવી છે. વરસાદના કારણે કૂવાની દીવાલ માંથી માટી મટોડું પડતું હતું જેથી અંધાર કાંચ ના રાજન કનેશ અને સુખરામ કનેશ તેને સિમેન્ટ અને રેતી વડે મરમ્મત કરવાં સવારે આઠ ના સુમારે ઉતર્યાના રાજન કનેશ અને સુખરામ કનેશ તેને સિમેન્ટ અને રેતી વડે મરમ્મત કરવાં સવારે આઠ ના સુમારે ઉતર્યા હતા. જ્યારે મરમ્મત સમયે એકાએક કૂવાની માટી અને દીવાલ ઘસી પડતાં તેઓ દટાઈ ગયા હતા. છોટાઉદેપુર નજીક પડતું હોવાથી જિલ્લાની રેસ્કયુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી . અને હાલ સુધી દટાયેલા આ યુવાનો ને બચાવવા કામગીરી ચાલી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


