Gujarat

છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે રોડ ઉપર કાછેલ ગામ પાસે અક્સ્માત, બે યુવાનોના મોત થયાં 

છોટાઉદેપુરથી મઘ્યપ્રદેશ તરફ જતા હાઇવે રોડ ઉપર મોટાં ટ્રકની અડફેટે બાઈક આવતાં બંને બાઈક સવારોના મોત નીપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બાઈક સવાર બંને યુવાનો સરહદી વિસ્તાર ફલીયામોર ના વતની છે અને મજુરી કરી છોટાઉદેપુર થી પોતાના ઘરે ફલીયામોર તરફ જઈ રહ્યા હતા. ટ્રક ને ઓવરટેક મારી આગળ જઈ રહેલા આ બાઈક સવારો આગળ ચાલી રહેલી કાર નું ટાયર ફાટતાં પોતાનું બેલેન્સ ગુમાવી ટ્રક માં ઘૂસી ગયા હતા. મઘ્ય પ્રદેશ ના સરહદી ગામ ફલિયામોર ના બંન્ને યુવાનો નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે સ્થળ ઉપર આવી વઘુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230610_180457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *