Gujarat

જેતપુરમાં ગરીબોને ઠંડીમાં ધાબળા ઓઢાડી ગરમ હુંફ આપતી ઉદ્યોગનગર પોલીસ 

શિયાળાના પગરણ બાદ હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધતો જાય છે. આજે એવા અનેક ગરીબો છે કે જેઓને ઠંડીમાં રક્ષણ માટે ગરમ વસ્ત્રો નશીબમાં નથી હોતા. મતલબ કે, ગરમ વસ્ત્રો વિના ન રોડ, કે ફૂટપાથ પર સુઈ રેતા હોય છે.
ત્યારે આવા ગરીબોને ઠંડીથી રક્ષણ આપવા અહીની ઉદ્યોગનગર પોલીસે સુંદર વિચાર કરી સરાહનીય સેવા કરી છે. વિગતો એવી મળી રહી છે કે, ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ. ગરચર તેમજ પીએસઆઈ એમ.કે. મનાતે સ્ટાફના એએસઆઈ એમ.ડી.મકવાણા, જમાદાર સમીર બારોટ તેમજ મયુર કોરડીયા અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ સરવૈયા સહિતના સ્ટાફે તાજેતરમાં સરાહનીય સેવા આદરીને શહેરી ગલીઓ અને ફૂટપાથ પર સુઈ રહેતા લોકોને ગરમ ધાબળા ઓઢાડીને ગરમ હુંફ આપતા આ સત્કાર્યની જાણકારોમાં સરાહના થઇ રહી છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે પોલીસ નામ આવે એટલે સામાન્ય પ્રજામાં એવો ભય હોય છે કે પોલીસ ધોકા જ પછાડતી હોય અને ગુનેગારોને સીધા દોર કરતી હોય પરંતુ અહી ગરીબોના દિલ દ્રવી ઉઠે તેવી સરાહનીય સેવા કરતા સૌમાં આનંદ છવાયો છે કે વાહ, પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું ખરેખર સાબિત થઇ રહ્યું છે. ખેર, ઉદ્યોગનગર પોલીસને અભિનંદન કે તેઓની આવી સેવાકીય પ્રવુત્તિઓ નિરંતર ચાલુ રાખે, અને સાથોસાથ પ્રજાની સલામતી માટે પણ જાગૃત રહે.

IMG-20231214-WA0000-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *